કોઇ પણ દેવી-દેવતાઓના નામના જાપ કરી શકાય છે. જાપના માધ્યમ દ્વારા મનુષ્ય પોતાની આંતરિક શક્તિને જાગૃત કરી શકે છે.
જપ શબ્દનો અર્થ છે કોઇ મંત્ર-શબ્દનું વારંવાર સ્મરણ કરવું. આ ક્રિયા પૂજાપાઠનો એક ભાગ છે. પૂજાની પદ્ધતિમાં જપના માધ્યમ દ્વારા ઇશ્વરના સ્વરુપ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
જપના ત્રણ પ્રકાર છે. વાચિક, ઉપાંશુ અને માનસિક. જ્યારે કોઇ શબ્દ કે મંત્રનું ઉચ્ચારણ અવાજની સાથે કરવામાં આવે છે તેને વાચિક કહે છે. અવાજ વગર કરવામાં આવે તે ઉપાંશુ કહેવાય છે અને મનમાં ને મનમાં જે-તે શબ્દનું રટણ કરવામાં આવે તે જપની માનસિક ક્રિયા કહેવાય .
કોઇ પણ દેવી-દેવતાઓના નામના જાપ કરી શકાય છે. જાપના માધ્યમ દ્વારા મનુષ્ય પોતાની આંતરિક શક્તિને જાગૃત કરી શકે છે.
જપનું વિજ્ઞાન - વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ જપનો પ્રભાવ જોઇ શકાય છે. જેમ કે વારંવાર નામ કે મંત્રનું રટણ કરવાથી મનમાં એકાગ્રતાનો ભાવ ઉત્પન્ન થાય છે. ધ્યાનની મુદ્રા આવે છે. જે કોઇ પણ કાર્ય માટે મનની એકાગ્રતા વધારવામાં મદદરુપ બને છે. જપ કરવાથી મનની આધ્યાત્મિક શક્તિનો વિકાસ થાય છે.
No comments:
Post a Comment