પતિથી ત્રસ્ત હોય તેવી પત્નીઓના ઘણાં કારનામા અખબારો અને અન્ય પ્રસાર માધ્યમોમાં પ્રસારિત થતા રહેતા હોય છે. પણ આજે એવા કારનામાની વાત કરી છે કે જેમાં નાકામ પતિથી ત્રસ્ત એક મહિલાએ પોતાના પતિને વેચવાની જાહેરાત આપી છે. આ જાહેરાત આપવા માટે મહિલાએ ઈન્ટરનેટ જેવી અદ્યતન સગવડનો ઉપયોગ કર્યો છે.
નાકામ પતિ કોઈને પસંદ ન હોઈ શકે. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતી એક મહિલાએ પોતાના નાકામ પતિને વેચવા માટે ઈબે નામની ઓનલાઈસ વેબસાઈટ પર જાહેરાત આપી છે.
અખબાર હેરાલ્ડ સનના જણાવ્યા પ્રમાણે, સોનિયા સિમેન્સ નામની મહિલા પોતાના 35 વર્ષીય કવિ પતિથી છુટકારો મેળવવા ઈચ્છે છે. કારણ કે પોતાની નાકામીને કારણે તેના પતિએ તેના દિકરા સ્પેન્સરના જન્મ બાદ પરિવારની કોઈ નાણાંકીય મદદ કરી નથી.
સોનિયાએ તેના પતિની કિંમત 25,000 ડોલર લગાવી છે.સોનિયાએ વેબસાઈટ પર આપેલી જાહેરાતમાં લખ્યું છે કે તેનો પતિ કવિતા દ્વારા એક પણ પૈસો કમાઈ શક્યો નથી અને એ જ કારણ છે કે તે તેનાથી છુટકારો મેળવવા ઈચ્છે છે.
Monday, April 26, 2010
પત્નીએ પતિને વેચવા કાઢ્યો ...............
viral morbia
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment