બાળકના જન્મ સમયે તેના ગર્ભનાળમાંથી લોહી લઇ તેમાંથી ચોક્કસ પદ્ધતિથી સ્ટેમસેલને અલગ તારવવામાં આવે છે. જે અમુક વારસાગત રોગોમાં વરદાનરૂપ સાબિત થાય છે
જિનેટિગ એન્જિનિયરિંગ વિજ્ઞાનનું સૌથી લેટેસ્ટ ક્ષેત્ર છે કે જેના તરફ આખા વિશ્વને આકર્ષણ થયું છે. સૌથી વધારે વૈજ્ઞાનિકો આ ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે જેના પરિણામે સૌથી વધારે નોબલ પારિતોષિક આ ક્ષેત્રમાં કાર્ય કરતા વૈજ્ઞાનિકોના ફાળે ગયા છે.
શરૂઆતમાં જિનેટિક એન્જિનિયરિંગના પ્રયોગો ફળ, ફૂલ, અનાજ, શાકભાજી, વૃક્ષો, પ્રાણીઓ પર કરવામાં આવ્યા છે જે તદ્દન સરળ પ્રકારના છે. યુરોપિયન, એશિયન, આફ્રિકન, મોંગોલિયન સ્ત્રી અને પુરુષના સંબંધથી પણ વર્ણસંકર મનુષ્યજાતિ પેદા થઈ છે.
આજકાલ નવા પ્રયોગો થાય છે તે તો બહુ અટપટા અને વિસ્મયકારક છે. નવી પદ્ધતિમાં તો એક અલગ પ્રકારના જિન્સનું તદ્દન અલગ પ્રકારના જીવ કે વનસ્પતિના જિન્સ સાથે પ્રયોગશાળામાં સંયોજન કરીને તદ્દન નવા પ્રકારની વનસ્પતિ કે જીવસૃષ્ટિ પેદા કરી શકાય છે.
જિનેટિગ એન્જિનિયરિંગ ક્ષેત્રે વીસમી સદીમાં ટેસ્ટ ટયૂબ બેબીનું ક્રાંતિકારી સંશોધન થયું છે, જેને ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે છે. જે દંપતી પ્રાકૃતિક રીતે સંતાન પેદા કરી શકતું નથી. તેના ગર્ભમાં સ્ત્રીબીજ કોઈ પણ કારણસર ફલિત થતું ન હોય તો બીજાશયમાંથી સ્ત્રીબીજને બહાર કાઢીને પ્રયોગશાળામાં પુરુષના શુક્રાણુ સાથે સંયોજન કરીને સ્ત્રીબીજને ફલિત કરવામાં આવે છે.
ફલિત થયેલ સ્ત્રીબીજને સ્ત્રીના ગર્ભમાં પાછું મૂકવામાં આવે છે. કૃત્રિમ રીતે ગર્ભાધાન કરવાની આ નવી પદ્ધતિમાં પંદરેક ટકા પ્રયોગો સફળ થાય છે, પરંતુ તેનો ખર્ચ પણ બહુ આવે છે. વિકસતા જતા વિજ્ઞાનને લીધે વખત જતાં તેની સફળતાની માત્રા વધતી જશે અને ખર્ચ પણ ઘટતો જશે! આ ક્ષેત્રે હજુ પણ સંશોધનો ચાલે છે.
હવે પ્રયોગશાળામાં સ્ત્રીનાં બે-ત્રણ સ્ત્રીબીજ ફલિત થયાં હોય તો એક સ્ત્રીબીજને ગર્ભમાં રોપવામાં આવે, તેમાંથી બાળક પેદા થાય અને બીજા ફલિત થયેલા સ્ત્રીબીજને પ્રયોગ-શાળામાં અતિ ઠંડા વાતાવરણમાં રસાયણોથી સાચવી રાખવામાં આવે તો ફરી બે-ત્રણ વર્ષ પછી જન્મે છે. બાળક જોડકાં ગણાય પણ વચ્ચે ત્રણ વર્ષનું અંતર! કમાલ છે ને એકવીસમી સદીના વિજ્ઞાનની!
હવે તેનાથી એક સ્ટેપ આગળ એક જ સરખાં બાળકો પેદાં થાય તેવી ટિસ્યૂકલ્ચર અને ક્લોનિંગ પદ્ધતિ વિકસાવવામાં આવી છે.
સ્ટેમસેલ: જિનેટિગ એન્જિનિયરિંગનું સૌથી લેટેસ્ટ સંશોધન છે સ્ટેમસેલ. સ્ટેમસેલ દ્વારા ચમત્કારિક સંશોધનો થવાની વૈજ્ઞાનિકોને આશા છે. સૌ પ્રથમ ૧૯૮૬માં જેમ્સ થોમસન નામના સંશોધકે ગર્ભનાળમાંથી સ્ટેમસેલને અલગ તારવી લાંબા સમય સુધી તેને જીવિત રાખવાની ટેકિનક વિકસાવી હતી. જેના પરિણામે ગર્ભસ્થ બાળકના ગર્ભનાળમાંથી મેળવેલ સ્ટેમસેલને સ્ટેમસેલ બેંક દ્વારા વર્ષો સુધી યોગ્ય જાળવણી કરવાનું આસાન બન્યું છે.
બાળકના જન્મ સમયે તેના ગર્ભનાળમાંથી લોહી લઈને તેમાંથી અમુક ચોક્કસ પદ્ધતિથી સ્ટેમસેલને અલગ તારવામાં આવે છે અને ત્યાર બાદ ૧૯૬ જેટલા નીચા તાપમાને ફ્રીઝ કરવામાં આવે છે. જ્યાં તેને વર્ષોનાં વર્ષો સુધી સંગ્રહી શકાય છે. આ સ્ટેમસેલ માત્ર તે બાળક પૂરતા સીમિત ન રહેતાં તેનાં સગાં ભાઈ-બહેન, માતા-પિતા કે પોતાના સંતાનમાં પણ ૨૫ ટકા જેટલા કેસમાં કામ આવી શકે છે!
પરંતુ તેમાં HLA મેચિંગ હોવું જરૂરી છે. જો કુટુંબમાં અમુક ચોક્કસ વારસાગત રોગો હોય તો તેમાં આ સ્ટેમસેલ થેરપી વરદાનરૂપ સાબિત થઈ છે. વળી બાળકના ગર્ભનાળમાંથી કોર્ડ બ્લડ લેવાનું કામ બિલકુલ પીડારહિત અને સંપૂર્ણ સલામત છે.
આપણા માટે આશ્ચર્ય અને આનંદની વાત એ છે કે આધુનિક વિજ્ઞાને શોધેલાં સંશોધનો ટેલિપથી, કલેરવોયન્સ, ટિસ્યુકલ્ચર કે કલોનિંગનું મૂળ જેમ ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં મળે છે, તેમ જિનેટિક એન્જિનિયરિંગના લેટેસ્ટ સંશોધન સ્ટેમસેલનું મૂળ પણ આપણી પ્રાચીન પરંપરામાં જણાઈ આવે છે.
એક બ્રાહ્મણ વિદ્વાન સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમના પરિવારમાં પેઢી દર પેઢીથી ચાલ્યો આવતો એક રિવાજ એવો છે કે જ્યારે બાળક જન્મે ત્યારે ગર્ભનાળનો એક ટુકડો કાપી લેવામાં આવે છે. આ ટુકડાને મકાનના છત ઉપર કે ધાબા ઉપર સુરક્ષિતપણે સૂકવવામાં આવે છે. ભવિષ્યમાં આ બાળક માંદું પડે કે કોઈ ગંભીર રોગમાં સપડાય તો પેલા સુકાઈ ગયેલા ગર્ભનાળના ટુકડાને ઘસીને પાણી સાથે બાળકને પિવડાવવામાં આવે છે, જેથી બાળક સાજું થઈ જાય છે!
સુકાઈ ગયેલા ગર્ભનાળના ટુકડાને ઘસીને જે દ્રાવણ બાળકને પિવડાવવામાં આવે છે. તે દ્રાવણ આશ્ચર્યજનક રીતે સ્ટેમસેલનું કાર્ય કરે છે!!
Monday, April 19, 2010
સુપ્રજનનશાસ્ત્રમાં જિનેટિક એન્જિનિયરિંગ....
VIRAL MORBIA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment