Tuesday, April 27, 2010

ક્રોધમાં માણસ અંધ કેવી રીતે બની બેસે છે ?...

ક્રોધમાં માણસ આંધળો થઇ જાય છે. કારણ કંઇ પણ હોઇ શકે છે. ઇચ્છિત કામ ન થવું, આશા પ્રમાણે પરિણામ ન મળવું, નુકસાન થવું...



Anger makes man blindધાર્મિક પુસ્તકોમાં ક્રોધને મનુષ્યની પશુપ્રવૃત્તિઓમાં મહત્વનું સ્થાન પ્રાપ્ય છે. મોટાભાગના પ્રસંગોમાં ક્રોધને નિંદનીય જ ગણાવવામાં આવ્યો છે. જો થોડું ઊંડાણમાં વિચારવામાં આવે તો ખ્યાલ આવશે કે ક્રોધને નિંદનીય ગણાવવો યોગ્ય જ છે. કારણ કે સોમાંથી નવ્વાણું ઘટનાઓમાં ક્રોધ કરવા પાછળનું કોઇ યોગ્ય કારણ જ નથી હોતું. કોઇની સામાન્ય ભૂલ પર પણ ગુસ્સે ભરાઇ જવું, ભૂલોને આદત, પરિસ્થિતિ કે મજબૂરીનું નામ આપી નજરઅંદાજ કરવી, આ બધું માણસની પ્રકૃતિમાં વણાઇ ગયું છે.



કહેવત છે કે ક્રોધમાં માણસ આંધળો થઇ જાય છે. કારણ કંઇ પણ હોઇ શકે છે. ઇચ્છિત કામ ન થવું, આશા પ્રમાણે પરિણામ ન મળવું, નુકસાન થવું... આ બધા ક્રોધ માટેના મુખ્ય કારણો છે. જ્યારે માણસ ગુસ્સે ભરાયેલો હોય છે ત્યારે તે એક પ્રકારના નશામાં ડૂબેલો હોય છે. આવી પરિસ્થિતિમાં માણસ અસહજ બની જાય છે. તેના વ્યક્તિત્વના અન્ય ભાગો આવી પરિસ્થિતિમાં યોગ્ય રીતે કાર્ય નથી કરી શકતા. ક્રોધી વ્યક્તિનું માનસિક સંતુલન સવિશેષ પ્રભાવિત થાય છે જેના કારણે તે સાચું-ખોટું, ઉચિત-અનુચિતમાં ફરજ નિહાળવાની પોતાની ક્ષમતા ગુમાવી બેસે છે. જે વિવેક કે જ્ઞાન માણસને સાચા-ખોચાની સમજ આપે છે તે જ્ઞાન જ ક્રોધમાં સહુથી પહેલું નષ્ટ થઇ જાય છે. વિવેકને જ માણસની ત્રીજી અને અંતિમ આંખ કહેવાય છે, જ્યારે તેનો જ નાશ થાય ત્યારે મનુષ્યનો અંધાપો નિશ્વિત છે. તેના અંધ બનવાની દુખદ ઘટનાનો પુરાવો તે સ્વયં બને છે, જ્યારે તેને પસતાવો થાય છે.


No comments: