શીખ ધર્મના 10 ગુરુઓની શિક્ષા અને ઉપદેશોને જ તેના પ્રમુખ ઉપદેશો ગણવામાં આવે છે. શીખ ધર્મના પ્રમુખ ઉપદેશો આ પ્રકારે છે –(1) મનુષ્ય સ્વયં કર્મરૂપી બીજ વાવે છે અને સ્વયં તેનું ફળ ખાય છે.
(2) જે દુષ્ટ કર્મો છે તે પેટમાં કીડા બને છે અને શુભ કર્મ શુભ ગુણોમાં પરિવર્તિત થાય છે.
(3) જે લોકો પરમાત્માને ભજતા નથી તેઓ આવાગમન એટલે કે જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા રહે છે.
(4) જે તીર્થ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે છે, તેમાં સ્નાન કરવું જોઈએ.
(5) મહાત્માઓના સત્સંગથી જન્મ-મરણની સાંકળ ટૂટે છે. સત્સંગ અને ભજન ક્યારેય ભૂલવા ન જોઈએ.
(6) અહંકારથી હંમેશા દૂર રહેવું જોઈએ.
(7) પોતાને નાના માનીને ચાલવું જોઈએ. કોઈને દુ:ખ ન પહોંચાડવું જોઈએ.
(8) જેવી રીતે માછલી જાળમાં ફસાતા પકડાય છે, તેવી જ રીતે મનુષ્ય પણ લોભની જાળમાં ફસાય છે.
(9) પરમાત્મા જ મનુષ્યોને શક્તિ અને મહત્વ પ્રદાન કરે છે.
(10) જ્યારે જ્ઞાનનેત્રથી પ્રભુના દર્શન થાય છે, ત્યારે જન્મ-મરણનો મેલ એટલે કે પાપ કપાઈ જાય છે.
(11) ફિરત-ફિરત મેં હારિયોં, ફિરિયોં તબ શરણાઈ. નાનક કી પ્રભુ વિનતી, અપની ભક્તિ લાઈ. અર્થાત્ હે પરમાત્મા હું અનેક જન્મોમાં ફરતાં-ફરતાં હારી ગયો અંતે થાકીને તારી શરણે આવ્યો છું. મારી પ્રાર્થના છે કે હવે તારી ભક્તિ છોડીને ક્યાંય ન જાઉં.
(12) પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં સુખ ભોગ, રોગ સમાન છે અને દુ:ખ પ્રભુકૃપા સમાન છે. સુખમાં પ્રભુની યાદ નથી આવતી અને દુ:ખમાં જ પ્રભુ યાદ આવે છે.
(13) સત્સંગ મનુષ્યનો અહંકાર મિટાવે છે.
(14) જો કોઈ મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાહતો હોય, તો તેણે ગુરુમુખોંની સેવા કરવી જોઈએ.
(15) જો કોઈ મનુષ્ય જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવું હોય, તો તેણે સંતોના ચરણોમાં જવું જોઈએ.
(16) હે જીવ! સુંદર રામને યાદ કર તેમણે તને સુંદર બનાવી દેખાડયો છે.
(17) જ્યાં સુધી મનમાંથી જૂઠ, નિંદા, લોભ, લાલચ દૂર નહીં થાય, ત્યાં સુધી શાંતિ નહીં મળે.
(18) ગુરુભક્તિ અને સત્ય બોલવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.
(19) જેણે વ્યાપક પ્રભુને ઓળખી લીધો છે, તે જ સતગુરુ છે.
(20) સતગુરુ શીખની રક્ષા કરે છે, સેવક પર કૃપા કરે છે.
(21) ગુરુ કાલે દર્શન આપનાર છે, ગુરુચરણનો સ્પર્શ કરવાથી પવિત્રતા પ્રાપ્ત થાય છે.
(22) અભિમાની નરકને પ્રાપ્ત કરે છે.
(23) સંતની નિંદા કરનારો એવી રીતે તડપે છે કે જેવી રીતે જળ વગર માછલી તડપે છે.
(24) સત્સંગમાં પ્રભુ પ્રેમના અણમોલ મોતી છે.
(25) કંગાળ માટે પ્રભુનામ ધન સમાન અને નિરાશ્રિત માટે સહારા સમાન છે.
શીખ મત અને હિંદુત્વ: શીખ ધર્મ અને હિંદુત્વ બે નહીં, પણ એક જ ધર્મ છે. હિંદુત્વનો એ સ્વભાવ છે કે તેના પર જ્યારે જેવી વિપત્તિ આવે છે, ત્યારે તેવું સ્વરૂપ તે પોતાની અંદરથી પ્રગટ કરે છે. ઈસ્લામી હુમલાનથી બચવા માટે અથવા તેને માકૂલ જવાબ આપવા માટે હિંદુત્વએ ઈસ્લામના અખાડામાં જે રૂપ પ્રગટ કર્યું, તે શીખ કે ખાલસા ધર્મ છે. શીખ ગુરુઓએ હિંદુ ધર્મની રક્ષા અને સેવા માટે પોતાની ગરદનો કપાવી છે. પોતાના જીવનના બલિદાન દીધા તથા તેમણે પોતાનું જે સૈનિક સંગઠન ઉભું કર્યું, તેનું લક્ષ્ય પણ હિંદુ ધર્મને જીવિત અને જાગરુક રાખવાનું હતું. તેના કારણે શીખ સમગ્ર ભારત વર્ષમાં હિંદુઓના પ્રિય છે.
No comments:
Post a Comment