બાઈબલ ખ્રિસ્તીઓનો પ્રવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથ ખ્રિસ્તી ધર્મની આધારશિલા સમાન છે. આ ભગવાનની પ્રેરણાથી ઉભરાતો એક અમૂલ્ય ગ્રંથ.
એવું માનવામાં આવે છે કે આની રચના ઈ.સ. પૂર્વે 1400 થી ઈ.સ. 900 દરમિયાન થઈ હતી. બાઈબલમાં બધું મળીને 72 ગ્રંથનો સમાવેશ થાય છે. પૂર્વ વિધાનમાં 45 અને નવા વિધાનમાં 27 ગ્રંથો છે. બાઈબલ બે ભાગમાં છે, પૂર્વ વિધાન(ઓલ્ડ ટેસ્ટામેંટ) અને નવ વિધાન(ન્યૂ ટેસ્ટામેંટ).
બાઈબલનો પૂર્વ વિધાન(ઓલ્ડ ટેસ્ટામેંટ) યહૂદીઓનો પણ ધર્મ ગ્રંથ છે. માનવામાં આવે છે કે બાઈબલ ભગવાનની પ્રેરણા પર રચાયેલો ગ્રંથ છે. બાઈબલ ભગવાનની પ્રેરણા અને માનવ શ્રમનું પણ પરિણામ છે.
બાઈબલ ખૂબ સરલ છે અને આમાં ગૂઢ દાર્શનિક સત્યનો સમાવેશ થતો નથી. બાઈબલ આપણને ભગવાન દ્રારા રચાયેલ માનવ મુક્તિની વ્યવસ્થા વિશે જ્ઞાન આપે છે. બાઈબલ માનવને પ્રેમ, ઉદારતા અને આત્મ વ્યવહારના પાઠ શીખવે છે. બાઈબલમાંથી લૌકીક જ્ઞાન અને વિજ્ઞાન સંબંધી જાણકારી પણ મળે છે.
બાઈબલના પૂર્વ વિધાનમાં યહૂદી ધર્મ અને યહૂદી લોકોની કથાઓ, પૌરાણિક વાર્તાઓનું વર્ણન આવે છે. બાઈબલનું પૂર્વ વિધાન ઇબ્રાની ભાષામાં છે. બાઈબલના નવ વિધાનને ઈસુએ લખ્યું છે અને આમાં ઈસુના જીવન, ઉપદેશ અને તેમના શિષ્યોના કાર્યોનું વર્ણન છે. નવ વિધાનની મૂળ ભાષા અરામી અને પ્રાચીન ગ્રીક છે. નવ વિધાનમાં ઈસુના ચાર શિષ્યોએ વર્ણન કરેલા ચાર શુભ સંદેશ છે. મતી, લૂકા, યુહન્ના અને આકુસથે ઈસુના ચાર મુખ્ય શિષ્યો હતા.
હજરત મૂસા બાઈબલના સૌથી પ્રાચીન લેખક છે, જેમણે ઈ.સ. પૂર્વે 1100માં પૂર્વ વિધાનના કેટલાક ભાગો લખ્યા હતા. નવ વિધાન 50 વર્ષ એટલે કે ઈ.સ. 50 થી ઈ.સ. 100ની વચ્ચે રચાયુ હતું. બાઈબલ લોક કથાઓ, કાવ્યો, ભજનો, ઉપદેશ, નીતિ કથાઓ વગેરે જેવા અનેક સાહિત્યિક પ્રકારમાં રચાયું છે.
Tuesday, April 20, 2010
બાઈબલ : પ્રેમથી છલકાતો એક ગ્રંથ.....
VIRAL MORBIA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment