VIRAL MORBIA
યોગ વિજ્ઞાનના પ્રવર્તક મહર્ષિ પતંજલિ જેને અષ્ટ સિદ્ધિઓ કહે છે તે બીજું કંઇ નહીં વધારાની ક્ષમતાઓ જ હોય છે જે કોઇને સુપરમેન કે શક્તિમાન બનાવે છે
સુપરમેન કોઇ અજાયબી નથી, તે સામાન્ય મનુષ્ય જ છે. ફરક માત્ર એટલો જ હોય છે તે સુપરમેનની પાસે થોડીક વધારે ક્ષમતાઓ હોય છે. આ ક્ષમતાઓને જ ભારતીય યોગ શાસ્ત્રમાં સિદ્ધિઓના નામે ઓળખવામાં આવે છે. યોગ વિજ્ઞાનના પ્રવર્તક મહર્ષિ પતંજલિ જેને અષ્ટ સિદ્ધિઓ કહે છે તે બીજું કંઇ નહીં વધારાની ક્ષમતાઓ જ હોય છે જે કોઇને સુપરમેન કે શક્તિમાન બનાવે છે-
1. અણિમા- જેની મદદ દ્વારા યોગી અતિ સૂક્ષ્મ રુપ ધારણ કરી શકે છે.
2. લધિમા- યોગ દ્વારા પ્રાપત થતી તે શક્તિ જેની મદદથી યોગી નાનો, સાવ નાનો કે વજનમાં હલકો બની શકે છે.
3. મહિમા- આ તે શક્તિ છે જેના દ્વારા યોગી એકદમ મોટું રુપ-આકાર બનાવી શકે છે.
4. ગરિમા- એ સિદ્ધિ જેની મદદથી યોગી શરીરનું વજન અત્યંત વધારી શકે છે.
5. પ્રાપ્તિ- સાધકને આ શક્તિની મદદથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
6. પ્રાકામ્ય- પ્રાકામ્ય સિદ્ધિ એ સિદ્ધિ છે જેના દ્વારા સાધકની કામના પૂર્ણ થાય છે.
7. વાશિત્વ- એ શક્તિ જેના દ્વારા સાધક દરેકને પોતાના વશમાં કરી શકે છે.
8. ઈશિત્વ- સિદ્ધિ પ્રતિષ્ઠિત થઇ ગયા બાદ સાધકને ઐશ્વર્ય તથા ઈશ્વરત્વ પણ આપોઆપ સિદ્ધ થઇ જાય છે.
No comments:
Post a Comment