Monday, April 26, 2010

પોતાની અંદર નીરખવું એટલે ધ્યાન.........

VIRAL MORBIA

આપણે આપણી મરજી મુજબ કોઈનું પણ ધ્યાન કરી શકીએ છીએ. કોઈ બિંદુ, દીવાની જ્યોત, ભગવાનનું સ્વરૂપ વગેરેને કેન્દ્રમાં રાખીને ધ્યાન કરી શકાય છે.



dhyanકોઇ પણ એક વિષય પર જ ધ્યાન કેન્દ્રિત કરવું તેને ધ્યાન કહે છે. ધ્યાનને પૂજા કરવા માટેનો મહત્વનો માર્ગ ગણાવી શકાય. ધ્યાનમાં આપણે આસન પર બેસીને કોઈ સ્વરૂપનું ચિંતન કરીએ છીએ. પૂજા કર્યા પછી અથવા સવારે વહેલા ઊઠીને ધ્યાન કરીએ તેનું ખૂબ મહત્વ હોય છે. મંદિરમાં દર્શન કર્યા બાદ થોડીવાર જે બેસવાનો નિયમ છે તે નિયમ ધ્યાન માટેનો જ નિયમ છે.

આપણે આપણી મરજી મુજબ કોઈનું પણ ધ્યાન કરી શકીએ છીએ. કોઈ બિંદુ, દીવાની જ્યોત, ભગવાનનું સ્વરૂપ વગેરેને કેન્દ્રમાં રાખીને ધ્યાન કરી શકાય છે. ધ્યાનથી મન, બુદ્ધિ, ચિત્ત વગેરે સ્થિર થાય છે સાથે-સાથે શરીરમાં ઊર્જાનું સિંચન પણ થાય છે. ધ્યાન દ્વારા મનની તમામ શક્તિ એક લક્ષ્ય પર કેન્દ્રિત રહી શકે છે . દિવસ દરમ્યાન ધ્યાન કરનાર વ્યક્તિ ક્યારેય પોતાના લક્ષ્યથી હટતી નથી. યોગ સાધનામાં પણ ધ્યાનનું સાતમું સ્થાન છે.

ધ્યાનનુ વૈક્ષાનિક મહત્વઃ- વિચાર શક્તિએ માનવી પાસેની અત્યંત મહત્વની શક્તિ પૈકીની એક છે. જો વ્યક્તિ તેના વિચારો પર નિયંત્રણ કરી શકે તો તે અશક્ય બાબતોને પણ શક્ય બનાવી શકે છે. વ્યક્તિ તેની વિચાર શક્તિનો મોટો ભાગ નકામી કલ્પનાઓમાં વેડફી નાખે છે. પણ જો વ્યક્તિ ધ્યાન દ્વારા પોતાના વિચારોને નિયંત્રણમાં લાવીને તેને પોતાના નિશ્વિત લક્ષ્ય પર લગાવે તો તેનું પ્રત્યેક કામ સફળતાથી પાર પાડી શકે છે. ધ્યાન વ્યક્તિને વિચાર શક્તિનો સદ્ઉપયોગ કરવાનું અને એકાગ્ર રહેતા શીખવાડે છે.


No comments: