કેટલીક વખત આપણામાં બાહ્ય જીવન શૈલી એટલી હાવી થઇ જાય છે કે આપણી અંદર આપણો ધર્મ, પરમાત્મા, ગુરુ આવીને વસવાટ કરે છે અને આપણને જાણ પણ નથી થતી.
સંતો કે મહાપુરુષોનો સ્વભાવ એક સરખો હોય છે. આપણે હંમેશા તેમના બાહ્ય આવરણ પર નજર રાખીએ છીએ, અંદર સુધી ઉતરી નથી શકતા. સંતોને, મહાપુરુષોને જાણવા હોય તો તેમની અંદર ડોકિયું કરવાનો પ્રયત્ન કરો. કોઇ પણ ધર્મ હોય, કોઇ પણ પંથ હોય, કોઇ પણ સંપ્રદાય હોય, બધાનો ઉદ્દેશ છે માનવતાનું ઉત્થાન, સમાજનું કલ્યાણ અને રાષ્ટ્રની સેવા હોય છે. આ સિવાય કોઇ નવો ઉદ્દેશ નથી હોતો.
તમામ મહાપુરુષો અંદરથી એક જેવા જ હોય છે. તેમના ભક્ત, શિષ્ય, સંપ્રદાયના લોકો તેમને જે બાહ્ય આવરણ પહેરાવી દે છે તેના કારણે તે કંઇક અલગ જ દેખાય છે. પણ જેની અંદર પરમાત્માનો વાસ હોય તે અંદરથી એક સમાન બની જાય છે. જેને સાધનાની ભાષામાં વાસના શૂન્ય કહેવામાં આવે છે. અહીં વાસનાનો અર્થ છે પોતાનો અહંકાર. શ્રીકૃષ્ણએ સુંદર વાત કહી છે કે જે લોકો માનવતાના ઉત્થાન માટે જોડાયેલા છે, જે આધ્યાત્મને સાચા અર્થમાં જીવવાની કળા શીખવે છે એવા તમામ લોકો અંદરથી એક સમાન જ હોય છે.
નાનક, બુદ્ધ, મહાવીર, જીસસ, કૃષ્ણ અને રામ અંદરથી એક સમાન હતા. તેમનો ધ્યેય એક હતો, ક્રિયાઓ પણ એક, પણ જો આપણે બહારથી નિહાળીશું તો તે અલગ-અલગ નજરે ચડશે. આ મહાપુરુષો વાસ્તવમાં એક ઊર્જા છે, જે કરુણાના માર્ગે કોઇની અંદર જન્મ લે છે. આ માટે આપણે ધ્યાનમાં રાખવું જોઇએ કે આપણી અંદર જ્યારે આવી ઊર્જા આવે-તેનો જન્મ થાય તો આપણે સાવધાન રહી તે ઊર્જાને પકડી લેવી જોઇએ. કેટલીક વખત આપણે જાણી નથી શકતા અને આપણી અંદર આવી હસ્તીનો જન્મ થઇ જાય છે. બાહ્ય જીવન શૈલી એટલી હાવી થઇ જાય છે કે આપણી અંદર આપણો ધર્મ, પરમાત્મા, ગુરુ આવીને વસવાટ કરે છે અને આપણને જાણ પણ નથી થતી.
ઊર્જા પ્રવેશના આ સમયે જેટલા સજાગ રહેશો જીવનમાં તેટલો જ વધારે આનંદ મેળવી શકશો. આ માટે રોજ ઊંઘતી વખતે એકવાર દિવસભરના હિસાબમાં એ વાતનું ચિંતન કરો કે કઇ એવી ક્ષણો હતી કે આપે પોતાની જાતને તે ઊર્જાની નિકટ અનુભવી, આવી ક્ષણોનું સતત ચિંતન કરવા લાગો. એક દિવસ આ ચિંતન ક્રિયામાં બદલાઇ જશે.
No comments:
Post a Comment