Tuesday, April 27, 2010

તે આઠ, જેમનાથી મોત પણ ડરે છે............

વિશ્વાસ નહીં આવે, પણ જે કહેવામાં આવી રહ્યું છે તે સત્ય છે. પ્રામાણિક છે અને શાસ્ત્રસમ્મત હોવાની સાથે વિજ્ઞાન પણ તેની સાથે સહમત છે.

Death also afraid of themકહેવત છે કે મૃત્યુ સામે કોઇનું ચાલતું નથી. પરંતુ દરેક નિયમ અને સિદ્ધાંત સામે કોઇને કોઇ અપવાદ ચોક્કસ હોય છે. અપવાદની આ સર્વ વ્યાપકતાથી મૃત્યુ પણ બચી શક્યું નથી. આજે જો કોઇને એમ કહેવામાં આવે કે આ પૃથ્વી પર કોઇ એવું પણ છે જે હજારો વર્ષથી જીવી રહ્યું છે તો આશ્વર્ય ચોક્કસ થશે. તે કોઇ એક નથી, આઠની સંખ્યામાં છે. તે મહાપ્રાણધારી અમર આત્માઓને ચિરંજીવીના નામથી ઓળખવામાં આવે છે. વિશ્વાસ નહીં આવે, પણ જે કહેવામાં આવી રહ્યું છે તે સત્ય છે. પ્રામાણિક છે અને શાસ્ત્રસમ્મત હોવાની સાથે વિજ્ઞાન પણ તેની સાથે સહમત છે. તેમના નામ નીચે પ્રસ્તુત છે.

1. માર્કંડેય - તેઓ અતિ પ્રાચીન મુનિ છે, કલ્પનામાં પણ તેમનો અંત સંભવ નથી. 2. વેદ-વ્યાસ - તેઓ બ્રહ્મર્ષિ છે. તેમણે ચારેય વેદોનું સંપાદન અને પુરાણોનું લેખન કાર્ય કર્યું છે. 3. પરશુરામ- ઈશ્વરના ચોવીસ અવતારોમાંનો એક, જે પૃથ્વીને 18 વખત ક્ષત્રિય વિહીન કરવા માટે પ્રસિદ્ધ છે. 4. રાજા બલિ- પોતાનું સર્વસ્વ ભગવાન વામનને દાન કરી દેનાર મહાદાનીના રુપમાં વિખ્યાત થયા. તેમની ભક્તિથી પ્રસન્ન થઇ સ્વયં ભગવાન વિષ્ણુ તેમના દ્વારપાલ બન્યા.5. હનુમાન- ભગવાન શિવનો 11મો રુદ્રઅવતાર, ભગવાન શ્રીરામના પરમ ભક્તના રુપમાં પ્રસિદ્ધ.6. વિભીષણ - લંકાના રાજા રાવણના અનુજ, જેમણે રામ-રાવણ યુદ્ધમાં ધર્મનો પક્ષ લઇને શ્રીરામનો સાથ આપ્યો.7. કૃપાચાર્ય- મહાભારત કાળના આચાર્ય જેઓ કૌરવો અને પાંડવોના ગુરુ હતા.8. અશ્વત્થામા- કૌરવો અને પાંડવોના આચાર્ય દ્રોણાચાર્યના સુપુત્ર હતા. તેમના મસ્તક ઉપર મણી જડેલો હતો

No comments: