શ્રીકૃષ્ણએ માતા યશોદાને પણ પોતાના મુખમાં સમગ્ર બ્રહ્માંડ બતાવી તે પળને તેમની સ્મરણશક્તિમાંથી ભૂલાવી દીધી, બસ આ જ છે સંમોહન. શ્રીકૃષ્ણ જેને જે બતાવવા અને સંભળાવવા માંગે છે તે આ સંમોહનના વશમાં થઇ તેમ જ કરે છે, જે શ્રીકૃષ્ણ ઇચ્છે છે.
આજે આપણે સંમોહન, વશીકરણ જેવા શબ્દો સાંભળી જાણે કે જાદુની અનુભૂતિ કરીએ છીએ. સંમોહન એક વિદ્યા છે. જેને જાગૃત કરવી સામાન્ય રીતે આજના માનવ માટે દુષ્કર કાર્ય છે.
સંમોહન વિદ્યાનો ઇતિહાસ આજનો કે સો-બસો વર્ષ જૂનો નથી પણ આ વિદ્યા પ્રાચીન કાળથી ચાલી રહી છે. શ્રીરામ અને કૃષ્ણમાં સંમોહનની વિદ્યા જન્મજાત હતી. તેઓ જેમને જોઇ લેતા કે કોઇ તેમને જોઇ લેતું ત્યારથી જ જે-તે વ્યક્તિ તેમની માયામાં ખોવાઇ જતી.
અહીં વાત કરીશું શ્રીકૃષ્ણના સંમોહનની. શ્રીકૃષ્ણનું એક નામ મોહન પણ છે. મોહન અર્થાત્ બધાને મોહનારા. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ અને સુંદરતા તમામનું મન મોહતી હતી. જે શ્રીકૃષ્ણની પ્રતિમાઓ આટલી સુંદર છે તેઓ પોતે કેટલા સુંદર હશે! શ્રીકૃષ્ણે પોતાના જીવનમાં સંમોહનની કેટલીયે લીલાઓ કરી હતી. તેમના મધુર સ્મિત અને સુંદર રુપને નિહાળી ગોકુળની ગોપીઓ પોતાની જાતને રોકી શકતી નહીં અને તેમના મોહમાં વશ થઇ સંસારની તમામ વસ્તુઓ ભૂલી બસ તેમનો સાથ મેળવવાની લાલચમાં ડૂબી જતી.
શ્રીકૃષ્ણએ માતા યશોદાને પણ પોતાના મુખમાં સમગ્ર બ્રહ્માંડ બતાવી તે પળને તેમની સ્મરણશક્તિમાંથી ભૂલાવી દીધી, બસ આ જ છે સંમોહન. શ્રીકૃષ્ણ જેને જે બતાવવા અને સંભળાવવા માંગે છે તે આ સંમોહનના વશમાં થઇ તેમ જ કરે છે, જે શ્રીકૃષ્ણ ઇચ્છે છે. આવી અનેક ઘટનાઓ તેમના જીવન સાથે જોડાયેલી છે જેમાં શ્રીકૃષ્ણની સંમોહન વિદ્યાની ઝલક છે.
No comments:
Post a Comment