માનવશરીરમાં અસરકારક ભૂમિકા ભજવતા સક્રિય જનીનોનો સમૂહ એટલે જીનોમ. બીજી રીતે જોઇએ તો માનવીનો ગર્ભાકુરથી મૃત્યુ સુધીનો જૈવિક નકશો એટલે જીનોમ
હ્યુમન જીનોમ એટલે માનવીનો ગભાôકુરથી મૃત્યુ સુધીનો માનવશરીરનો જૈવિક નકશો. વારસાગત લક્ષણો પેઢી દર પેઢી કઈ રીતે ઊતરે છે? શરીરમાં કયારે કેવા રોગ થશે? બાળકોનાં શારીરિક બંધારણ, રંગ અને કદ વિકાસ-વૃદ્ધિ કઈ રીતે થશે? આ બધાં કાર્યોની બ્લૂપ્રિન્ટ માનવીના ડીએનએમાં સમાયેલી હોય છે. માનવીનાં વિવિધ કાર્યોઅને વારસાગત રોગોને લગતી માહિતીનું સંચાલન ચોક્કસ પ્રકારનાં જનીનો કરે છે. માનવશરીરમાં અસર- કારક ભૂમિકા ભજવતા સક્રિય જનીનોના સમૂહ એટલે જ જીનોમ.
બાળક વારસામાં કેવા ગુણ-અવગુણ મેળવશે તેનો સ્પષ્ટ સંકેત ધરાવતા ડીએનએની શંખલા બે ગોળ ફરતી ઉપર ચઢતી નિસરણી જેવા હોય છે. કારણ કે આ કોષ સ્ક્રૂના વળાંક જેવો સર્પિલ હોય છે. કોષની મઘ્યમમાં રહેલા આ ઝૂમખાને પણ ડીએનએ જ કહે છે. શરીરના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા કોષોની સાથે રહી ડીએનએ ગાઈડનો રોલ અદા કરે છે. કોઇવાર આ ડીએનએ (જીન્સ) માર્ગદર્શન આપવામાં ભૂલ કરે ત્યારે શરીરમાં વારસાગત રોગ ઉત્પન્ન થાય છે. હ્યુમન પ્રોજેક્ટમાંથી પ્રાપ્ત થયેલી માહિતી રોગને દૂર કરવા માનવીની મદદે આવશે.
જીનોમ પ્રોજેક્ટની મદદથી જિનેટિક સાયન્ટિસ્ટો ભવિષ્યમાં બાળકને કયારેય કેન્સર, ટીબી થાય નહીં, તેવી ચમત્કારિક સિદ્ધિ હાંસલ કરશે. બાળકના જન્મ વખતે વિજ્ઞાનીઓ જરૂરિયાત પ્રમાણે યોગ્ય જૈવિક કણો દાખલ કરી કેટલાક કોષોનું આરોપણ કરી, આવનાર બાળકની આંખોનો રંગ બદલવો હોય તો બદલી આપશે. કોઈ સ્ત્રીનો કમર નીચેનો ભાગ બહુ ફૂલી ગયો હોય અને તેનું શરીર બેડોળ લાગતું હોય તો તેની દીકરીનું શરીર આ રીતે ન વિકસે અને કાયા નાજુક બની રહે તે માટેની વ્યવસ્થા એ સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન જ કરી શકાશે. અરે, જિનેટિક સાયન્ટિસ્ટો વ્યક્તિના સ્વરમાંય ઈરછા મુજબનો ફેરફાર આણવામાં સમર્થ થશે!
વિજ્ઞાનીઓ તેમના લક્ષ્યાંકને હાંસલ કરવામાં સફળ થશે જ એવી સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. વિજ્ઞાની માઈકલ ડેકસટર માનવ જનીન કોષની રચનાને ચંદ્ર પર માનવે મૂકેલા કદમ જેવી અદભૂત સિદ્ધિ સાથે સરખાવે છે. જીનોમ પ્રોજેક્ટની આ અસામાન્ય સિદ્ધિ માનવ-ઈતિહાસની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે.
જીનોમ પ્રોજેક્ટની સફળતા પછી પણ સામાન્ય લોકોમાં ભારે ગેરમાન્યતા પ્રવર્તે છે. લોકોની માન્યતા છે કે માતા-પિતામાં જો અમુક ખામી હોય તો તે બાળકમાં આવે જ છે. પરંતુ જો લાઇફસ્ટાઈલ બદલવામાં આવે, સાદો ખોરાક લેવાય, નિયમિત યોગ, આયુર્વેદ, નેચરોપથીની સારવાર લેવાય તથા યોગ્ય કાઉન્સેલિંગ કરાય તો ખરાબ જનીનો સક્રિય થતાં નથી અને આવનારી પેઢી સ્વસ્થ જન્મી શકે છે. ખોડખાંપણ ધરાવતાં બાળકનાં મા-પિતાનું બીજું બાળક પણ ખોડખાંપણવાળું આવે છે, તેવી ગેરમાન્યતા છે. પરંતુ જો યોગ્ય કાઉન્સેલિંગ અને યોગ, આયુર્વેદ અને નેચરોપથીની સારવાર તથા જૈવિક કણોની સારવાર કરવામાં આવે તો નવું બાળક તદ્દન સ્વસ્થ અને ઉત્તમ જન્મી શકે છે!
અત્યારે વૈજ્ઞાનિકો મા-બાપ તરફથી વારસામાં મળતા જીન્સમાં ફેરફાર કરવાનાં સંશોધનોમાં લાગી ગયા છે. પ્રયોગો સફળ થશે તો મા-બાપના જીન્સમાં વારસાગત રોગોની બાદબાકી થઈ શકશે! પછી તો લેબોરેટરીમાં જ આપણે ધારીએ એવું ઉત્તમ બાળક પેદા કરવાનું શક્ય બનશે! હાલમાં તો વિજ્ઞાનની આ વાત હથેળીમાં ચાંદ દેખાડવા બરાબર છે પરંતુ હાલમાં તો આઘ્યાત્મિક સારવારથી અને મનોવૈજ્ઞાનિક સારવારથી ઉત્તમ બાળક પેદા કરવાનું શક્ય છે. (લેખક ભૌતિકશાસ્ત્રના પૂર્વ અઘ્યાપક
Monday, April 19, 2010
સુપ્રજનનશાસ્ત્રમાં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ...
VIRAL MORBIA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment