કોઇ બાળકના પ્રથમ વખત તૂટેલા દૂધિયા દાંતને જે સ્ત્રી સફેદ વસ્ત્રમાં વીંટાળી ડાબા હાથમાં બાંધે છે તેને સંતાન પ્રાપ્તિના યોગ બને છે.
દરેક ગૃહસ્થ દંપત્તિની એ અભિલાષા હોય છે કે તેમના ઘરે સુસંતતિનો જન્મ થાય. તેમને માતા-પિતા બનવાનું સૌભામગ્ય પ્રાપ્ત થાય. આચાર-શાસ્ત્રના પ્રણેતા મહારાજ મનુએ પણ સંતાન પ્રાપ્તિની ઇચ્છાને ત્રણ નૈસર્ગિક ઇચ્છાઓમાંની એક માની છે. તથા સંતાન પ્રાપ્તિને પૂર્વ જન્મોના કર્મોનું સુફળ માન્યું છે. નિ:સંતાન હોવું એ એક દંપત્તિ માટે અપાર માનસિક પીડાનું કારણ બની જાય છે. થાય છે એવું કે કેટલીયે વાર કોઇ કારણોસર, કોઇ અકસ્માત સર્જાતા બાળક જન્મતા પહેલા જ મૃત્યું પામે છે. ઇશ્વર અનુગ્રહ, દુરુ કૃપા, તંત્ર-મંત્ર-યંત્રના પ્રયોગો, કોઇ અનુષ્ઠાન કે વ્રત-ઉપવાસ, આ એવો આશરો છે જે મંજિલની નજીક પહોંચેલી ગાડીને મંજિલ સુધી પહોંચાડી આપે છે. આવો જ એક સાવ સરળ પ્રયોગ કંઇક આ મુજબ છે-
સંતાન પ્રાપ્તિનો પ્રયોગ- કોઇ બાળકના પ્રથમ વખત તૂટેલા દૂધિયા દાંતને જે સ્ત્રી સફેદ વસ્ત્રમાં વીંટાળી ડાબા હાથમાં બાંધે છે તેને સંતાન પ્રાપ્તિના યોગ બને છે. મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી દરરોજ સૂર્યોદય પહેલા બાળ-કૃષ્ણનું 15 મિનિટ સુધી ધ્યાન કરો.
No comments:
Post a Comment