Tuesday, April 20, 2010

...તો હજારો વર્ષ જીવી શકે છે મનુષ્ય...

VIRAL MORBIA

યોગ અને આધ્યાત્મ સુપ્રીમ સાયન્સ છે, જેના બળ ઉપર પ્રાચીન ઋષિ-મુનિઓ હજારો વર્ષ સુધી શરીરથી જીવંત રહીને સંપૂર્ણ ક્રિયાશીલ જીવન જીવી શકતા હતા.



Man can live thousand yearsજીવનમાં દુખના પહાડો તૂટી પડે તો પણ માણસને જીવનનો મોહ એટલો છે કે તે હજારો-લાખો વર્ષ જીવવા ઇચ્છે છે. આ મોહ કંઇ આજનો નથી, મનુષ્ય જાતિનો સમગ્ર ઇતિહાસ આ વાતનો સાક્ષી છે. જ્યારે મનુષ્યની તપસ્યાથી પ્રસન્ન થઇ ઈશ્વર પ્રગટ થયા ત્યારે પણ માણસે સુખ-શાંતિ માગવાની જગ્યાએ લાંબા આયુષ્યની માગ કરી હતી. બીચારું વિજ્ઞાન તો મનુષ્યનો સેવક છે, જેથી તે પણ લાગી ગયું માણસની ચિર આયુની માગને સંતોષવાના પ્રયાસોમાં.



હવે વિજ્ઞાન તે અનુમાન પર પહોંચ્યું છે કે વૃદ્ધત્વ કે મૃત્યુ કોઇ અનિવાર્ય ઘટના નથી. વિજ્ઞાન માને છે કે વૃદ્ધત્વ એક રોગ છે અને મૃત્યુ ક્યારેય ન ઉકેલી શકાય તેવા રોગનું અંતિમ પરિણામ છે. વિશ્વને ભારતની અનમોલ ભેટ એવા યોગ વિજ્ઞાનનો સુનિશ્વિત સિદ્ધાંત છે કે કોઇ પણ પ્રાણીનું જીવન શ્વાસ અને પ્રાણ પર નિર્ભર હોય છે. આ જ કારણ છે કે અત્યંત ધીમો અને લયબદ્ધ શ્વાસ લેતો જીવ કાચબો 500થી પણ વધારે વર્ષ જીવે છે. જો મનુષ્યના હાથમાં કોઇ એવી યુક્તિ આવી જાય જેના દ્વારા તે પોતાના શ્વાસ અને પ્રાણ પર નિયંત્રણ લાવી શકે તો મનુષ્ય પોતાની ઇચ્છા મુજબ અતિદીર્ઘ જીવન જીવી શકે છે.



યોગ અને આધ્યાત્મ સુપ્રીમ સાયન્સ છે, જેના બળ ઉપર પ્રાચીન ઋષિ-મુનિઓ હજારો વર્ષ સુધી શરીરથી જીવંત રહીને સંપૂર્ણ ક્રિયાશીલ જીવન જીવી શકતા હતા. જ્યારે શરીરમાં નવા કોશો બનતા અટકી જાય છે ત્યારે જ વૃદ્ધત્વ અને મૃત્યુની ઊંધી ગણતરી શરુ થઇ જાય છે.


No comments: