વૈષ્ણવ સંપ્રદાય સહિત અન્ય ધણા સંપ્રદાયોં માટે શ્રીમદ્ ભાગવત પુરાણ ખુબ પવિત્ર ગ્રંથ છે. ભાગવતમાં સૃષ્ટિની શરૂઆતથી કલિયુગ સુધીની કથા છે. ભાગવતમાં વિષ્ણુના અલગ અલગ 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે અને આમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર મુખ્ય છે.
શ્રીમદ્ ભાગવતની રચના મહર્ષિ કૃષ્ણદ્રૈપાયન વ્યાસે(વેદ વ્યાસ) બ્રહ્મર્ષિ નારદની પ્રેરણાથી કરી હતી. એવી કથા પ્રચલીત છે કે મહાભારત જેવા મહાગ્રંથની રચના કર્યા પછી પણ વેદ વ્યાસ સંતુષ્ટ અને પ્રસન્ન થયા નહી, તેમના મનમાં એક ઉદાસ ભાવ પેદા રહ્યા કરતો હતો. તે સમયે શ્રી નારદે તેમને ભગવાન વિષ્ણુને કેન્દ્રમાં રાખી એક મહા ગ્રંથની રચના કરવા કહ્યુ. આ પછી વેદ વ્યાસે આ ગ્રંથની રચના કરી. 12 ભાગમાં રચાયેલ શ્રીમદ્ ભાગવતમાં 18 હજાર શ્ર્લોક છે.
ભારતીય પુરાણ સાહિત્યમાં શ્રીમદ્ ભાગવતને આખા વિશ્વનો સાર ગણવામાં આવ્યો છે. આમાં સૃષ્ટિની રચનાથી લઈ કલિયુગના વિનાશ સુધીની કથા વણી લેવામાં આવી છે. ગ્રંથમાં ભગવાનની કથા દ્રારા જીવનમાં કર્મ અને અન્ય ઉપદેશોના મહત્વને વણી લેવામાં આવ્યા છે.
ભાગવત વ્યવહારિક અને ગૃહસ્થ્ય જીવનનો ગ્રંથ છે. આમાં સામાન્ય જીવનની વાતો ખુબ ગૂઢ રીતે સમજાવામાં આવી છે. શ્રી વેદ વ્યાસના પુત્ર શુકદેવને આ કથાના શ્રેષ્ઠ કથાકાર માનવામાં આવે છે. તે સમગ્ર ભાગવતનો મર્મ સમજ્યા હતા. તેઓ જ ભાગવતને સામાન્ય લોકો સુધી લઈ ગયા હતા.
No comments:
Post a Comment