સંસારમાં રહેતા રહેતા આપણે રાષ્ટ્ર, સમાજ, પરિવારની વ્યવસ્થા બનાવીએ છીએ અને પછી આપણે પોતે જ આપણી બનાવેલી વ્યવસ્થાને તોડી દઇએ છીએ. આ જ જોડ-તોડમાં સમગ્ર જીવન વીતી જાય છે.
સિસ્ટમ અને વ્યવસ્થામાં મોટું અંતર છે, ખાસ કરીને વાત જ્યારે ભગવાનની વ્યવસ્થા અને આપણી સિસ્ટમની હોય તો તે વચ્ચેનું અંતર એટલું જ વિશાળ છે જેટલું આપણી અને ભગવાનની વચ્ચે છે. ભગવાનની વ્યવસ્થાની ખાસિયત એ છે કે તેમાં ક્યારેય કોઇના પણ માટે અતિક્રમણ નથી, નિયમ સહુ માટે સમાન છે. પણ જ્યારે આપણે સિસ્ટમ બનાવીએ છીએ ત્યારે વ્યક્તિએ વ્યક્તિએ તફાવત જોવા મળે છે, ક્યારેક તો આપણે આપણા સ્થાપિત હિતો માટે સિસ્ટમ તોડી પણ દઇએ છીએ. પણ ઈશ્વરની વ્યવસ્થાને સમજવા માટે તો આધ્યાત્મિક વિચારસરણીની જરૂર પડે છે.સંસારમાં રહેતા રહેતા આપણે રાષ્ટ્ર, સમાજ, પરિવારની વ્યવસ્થા બનાવીએ છીએ અને પછી આપણે પોતે જ આપણી બનાવેલી વ્યવસ્થાને તોડી દઇએ છીએ. આ જ જોડ-તોડમાં સમગ્ર જીવન વીતી જાય છે. જ્યારે આપણા જ ઘડેલા સંસારથી આપણે કંટાળી જઇએ છીએ ત્યારે આપણે ભક્તિનો માર્ગ અપનાવીએ છીએ. ભક્તિના સંસારમાં આપણે આપણી ઇચ્છા અનુસાર ભગવાન પાસે માંગણીઓ મૂકવાની શરુઆત કરીએ છીએ. આપણે ઈશ્વરની વ્યવસ્થામાં અતિક્રમણ કરીએ છીએ. પરમાત્માના હર્યા-ભર્યા, સ્વચ્છ ક્ષેત્રમાં આપણા હિતોની માગના અતિક્રમણ શરુ કરી દઇએ છીએ. ઈશ્વરના વિધાનને લઇને આપણે મનમાં કેટલાક ભ્રમોને પાળવાની શરુઆત કરી દઇએ છીએ.
પૃથ્વીનો એક નિયમ છે કે તેમાં ગુરુત્વાકર્ણણ બળ હોય છે. જ્યારે કોઇ વસ્તુ ઉપરથી નીચે પડે છે પૃથ્વી તેને પોતાની તરફ આકર્ષે છે અને આ જ કારણે વસ્તુ પૃથ્વી પર પડી જાય છે. આ એક સામાન્ય નિયમ છે, પણ જો આપણે ચાલી રહ્યા હોઇએ કે પછી આપણી જ ભૂલથી આપણને ઠોકર વાગે ત્યારે આપણે એમ નહીં કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળને કારણે ઠોકર વાગી, આપણે આપણી જ ભૂલના કારણે પડ્યા છીએ. આ પ્રકારે ભગવાને તો સમગ્ર વ્યવસ્થા ઘડી દીધી છે. તેમણે પોતાના કેટલાક નિયમો પણ બનાવી રાખ્યા છે પરંતુ ધર્મ તથા સંસ્કૃતિની જે આચારસંહિતા છે તેનું આપણે પાલન કરવું પડશે. પરમાત્માના નિયમો તેની પોતાની જગ્યાએ છે. તે નિયમો સમજવા માટે આધ્યાત્મિક સમજ હોવી જરૂરી છે. આ જ સમજને ક્યાંક ક્યાંક સમાધિ કહેવામાં આવી છે. ઉહાપોહ અને ભ્રમની વ્યવસ્થામાં જ્યારે જીવવા લાગો ત્યારે સમજ કહેવાય અને જ્યારે તેનું અંગ બની જાવ ત્યારે સમાધિ કહેવાય. નિર્વિરોધ અને નિર્વિકલ્પ બનીને જ ઈશ્વરના નિયમોનું પાલન કરી શકાય.
Tuesday, April 20, 2010
તેની વ્યવસ્થા અને આપણી સિસ્ટમમાં અંતર છે....
VIRAL MORBIA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment