Tuesday, April 20, 2010

મોહ, માયાનો ત્યાગ છે પરમાત્મા તરફનો માર્ગ.....

VIRAL MORBIA

પરમાત્મા અને જીવાત્માની વચ્ચે જ્યાં સુધી માયા છે પરમાત્મા દ્રશ્યમાન નહીં થાય. જીવનના કોઇ માર્ગ પર ચાલતા જો થોડા સમય માટે પણ માયા દૂર થાય તો પરમાત્માના દર્શન થઇ જાય છે. ભક્તિમાં આવા વળાંકો આવતા રહે છે.



ram_sita_lakshmanદરેક વ્યક્તિ પરમાત્માને જોવા, તેમની નજીક જવા અને તેમને અનુભવવા ઇચ્છે છે. પણ પરમાત્માની જ માયા છે જે આમ નથી થવા દેતી. માયા આપણા અને ઈશ્વર વચ્ચેની કડી છે. સંસાર, સમાજ અને પરિવારમાં રહેવા માટે માયા હોવી જરુરી છે. જો માયા ન હોય તો તમામ મોહબંધન તુરંત જ તૂટી જશે. આપણે સ્વજનોથી અલગ, આપણા કર્તવ્યોથી અલગ બની જઇશું. પણ આપણે હંમેશા માયામાં જકડાયેલા પણ નથી રહી શકતા. આનાથી દૂર જવાનો એક ઉપાય છે, થોડી ક્ષણો માટે માયામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરો, પરમાત્માનો અહેસાસ થવા લાગશે.



આવશ્યકતા અને મોહ આ બંનેમાં જે ફરક છે તે અંતરને સમજવાનો સમય આવી રહ્યો છે. આધ્યાત્મના માર્ગ પર ચાલતા લોકોએ ધ્યાનમાં રાખવું પડશે કે જરુરી વસ્તુઓ તો વસાવવી પણ તેના મોહમાં ન રહેવું. કારણ કે મોહ ધીરે-ધીરે લોભમાં પરિવર્તિત થતો જાય છે અને આ લોભ ભક્તિમાં બાધક બને છે.



પરમહંસ રામકૃષ્ણ કહેતા હતા કે માયાને સરળતાથી સમજવી હોય તો રામકથાના એક દ્રશ્યમાં પ્રવેશ કરો. વનવાસ દરમિયાન શ્રીરામ આગળ ચાલતા હતા, મધ્યમાં સીતાજી રહેતા અને તેમની પાછળ લક્ષ્મણ ચાલતા. આ દ્રશ્ય પર તુલસીદાસજીએ લખ્યું છે



‘આગે રામ અનુજ પુનિ પાછેં મુનિબર બેષ બને અનિ કાછેં, ઉભય બીચ સિય સોહતિ કૈસે, બાહ્ય જીવ બિચ માયા જૈસે'



આનો અર્થ છે ભગવાન શ્રીરામ પરમાત્માનું રુપ છે, લક્ષ્મણજી આત્મા કે કહો જીવાત્મા છે અને આ બંનેની વચ્ચે માયા સ્વરુપમાં સીતાજી છે. સીતાજી રામજીના ચરણોના અનુગામી હતા. જ્યાં શ્રીરામ પગ મૂકે ત્યાં સીતાજી ચાલતા અને આ જ કારણે લક્ષ્મણજી શ્રીરામને સારી રીતે જોઇ શકતા ન હતા. સંયોગથી ક્યારેક ક્યારેક શ્રીરામ દેખાઇ જતા હતા.



સંદેશ એ છે કે પરમાત્મા અને જીવાત્માની વચ્ચે જ્યાં સુધી માયા છે પરમાત્મા દ્રશ્યમાન નહીં થાય. જીવનના કોઇ માર્ગ પર ચાલતા જો થોડા સમય માટે પણ માયા દૂર થાય તો પરમાત્માના દર્શન થઇ જાય છે. ભક્તિમાં આવા વળાંકો આવતા રહે છે. માટે જ આવનારા સાત દિવસોમાં માયા તો રહેશે જ પણ આપણે યોગ્ય વળાંક બનાવી રાખવાનો છે. આ જ આપણી ભક્તિની પરીક્ષા છે.


No comments: