શિયાળે ખૂબ લુરચાં થતાં અને કાગડાએ ચતુર થતાં શીખી લીધું છે. ચાંચની પૂરી પંજા નીચે દબાવી તે શિયાળને ગીત સંભળાવી જાણે છે. એક કાંકરે બે પંખી ન મરાય, એક કાંકરે બે પંખી જીવતાં કરવાં પડશે. શિક્ષકની વિશ્વસંસ્થા તેનો કલાસ છે. તેની સામે બેઠેલી ૪૦ ચેતનાઓ(વિદ્યાર્થીઓ)એ તેનું યુનાઇટેડ નેશન છે. શિક્ષકે ૪૦ ચેતનાઓ રૂપી ઈડાંને સેવવાનાં છે. એક ચેતનાને જન્મ આપનારી જનેતા જેનું જેટલું ઘ્યાન રાખે તેટલું અને તેવું ઘ્યાન શિક્ષકે વર્ગખંડની
૪૦ ચેતનાઓ માટે રાખવાનું છે. શિક્ષકમાં ભૂમિકા, ભાવ, વેશ અને ભાષા હોવાં જૉઈએ. તેની ભૂમિકા બાળકના ઘડતરની છે. તેનો ભાવ બાળકના અસ્તિત્વનો સ્વીકાર કરી પ્રગાઢ પ્રેમ આપનારો હોય અને તેની ભાષા બાળકને સમજાય તેવી હિતકર હોય તો તે ખરા અર્થમાં શિક્ષક છે. જનની, જન્મભૂમિ અને જન્મબોલી (જન્મભાષા) સ્વર્ગથી પણ અધિક છે. બાળકને તેની જન્મભાષામાં શિક્ષણ મળે તે આવશ્યક છે. જે રીતે માતા બાળકને જન્મ આપતાં પહેલાં નવ માસ તે ગર્ભને સારી રીતે ઉછેરે છે. તે રીતે શિક્ષકે પણ નવ માસ (ત્રણ માસ જેટલી રજાઓ, સી. એલ. અને કદાચ જી. એલ. બાદ કરતાં) બાળકનું સતત ઘ્યાન રાખી તેના વિકાસમાં પોષક બનવાનું છે. આવો વિવેક આવશે સવિનયપાલન થકી, અહિંસક મનોવૃત્તિથી, સેવાપરાયણતાથી અને હિતૈષી ચિંતન થકી. શિક્ષકનું કાર્ય કર્મકાંડ કરવાનું નથી. માત્ર બે પૂંઠાં વરચેનું શિક્ષણ આપવું તે કર્મકાંડ છે. આપણે તો બાળકને વિશ્વનાગરિક બનાવવાનો છે. આપણા દેશનો શિક્ષક સર્વોત્તમ થાય તે માટે હવે સંકલ્પબદ્ધ થવું પડશે. આ સંકલ્પ હાથમાં પાણી લઈને નહીં, પણ આંખમાં પાણી લાવીને કરવો પડશે. આપણે ચાણકય અને તુલસી જેવા શિક્ષકની જરૂર છે અને શિક્ષકે તે ફરજ અદા કરવાની છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના ખિલાવવાની છે. શિક્ષકે પોતાના વર્ગખંડની બારીમાંથી જગતને જોવાનું છે. બે આંખથી નહીં, પણ એક ¼ષ્ટિથી જૉવાનું છે.
દ્રષ્ટિ સતત બાળકના વિકાસને ઝંખતી હોય તેમ કરવાનું છે. બાળકને શીખવવાનું છે, આખું જગત એક
કુટુંબ જેવું છે. એક ફકીરે બીજા ફકીરને કહ્યું:
ખુદા કો ખુદ કહું, યા ખુદ કો ખુદા કહું?
દોનો કી જાત એક હૈં, કિસ કો ખુદા કહું?
બીજા ફકીરે જવાબ આપ્યો:
ખુદ કો ખુદ કહો ખુદા કો ખુદા કહો,
આલમ ખુદા કી જાત હૈં, સબકો ખુદા કહો.
Monday, April 19, 2010
શિક્ષકનું સાચુ કાર્ય બાળકને વિશ્વનાગરિક બનાવવાનું છે...
VIRAL MORBIA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment