વિવાહિત સ્ત્રી જ્યાં પણ જાય છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. તમામની સારી-નરસી નજર તેની ઉપર પડે છે. આવા સમયે મંગળસૂત્રના કાળા મોતી તેને ખરાબ નજર સામે રક્ષણ આપે છે.
દોરામાં પરોવેલા કાળા મોતી અને સોનાના પેંડલમાંથી બનેલું મંગળસૂત્ર પહેરવું લગ્ન કરેલી સ્ત્રીઓ માટે અનિવાર્ય ગણાવવામાં આવ્યું છે. આની સરખામણી કોઇ આભૂષણ સાથે કરવામાં નથી આવતી, પ્રાચીનકાળથી જ મંગળસૂત્રનો મહિમા છે. દરેક સ્ત્રીને લગ્ન સમયે તેના પતિ દ્વારા મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે. જેને સ્ત્રી પતિના મૃત્યુ બાદ જ ઉતારે છે અને મૃત પતિને અર્પિત કરે છે. આ પહેલા કોઇપણ પરિસ્થિતિમાં મંગળસૂત્ર કાઢવાની મનાઇ છે. મંગળસૂત્ર ખોવાઇ જાય કે તૂટી જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. સાથે જ તેને પતિની કુશળતા સાથે પણ જોડવામાં આવે છે. એટલા માટે જ વિવાહિત સ્ત્રીઓ માટે તેને ધારણ કરવું અનિવાર્ય છે.
આ તો મંગળસૂત્રના ધાર્મિક મહત્વની વાત થઇ, તે સિવાય પણ અન્ય કારણ તેની સાથે જોડાયેલું છે. વિવાહિત સ્ત્રી જ્યાં પણ જાય છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. તમામની સારી-નરસી નજર તેની ઉપર પડે છે. આવા સમયે મંગળસૂત્રના કાળા મોતી તેને ખરાબ નજર સામે રક્ષણ આપે છે. તેની અંદર જોડવામાં આવેલા સોનાના પેંડલનું પણ વિશેષ મહત્વ છે. સોનું તીવ્રતા અને ઊર્જાનું પ્રતીક છે. માટે તેને ધારણ કરવાથી સ્ત્રીમાં પણ તે તીવ્રતા અને ઊર્જાનું સિંચન થાય છે. આ કારણોને લીધે વિવાહિત સ્ત્રીઓને મંગળસૂત્ર ધારણ કરવાની ફરજ પાડવામાં આવે છે.
Tuesday, April 20, 2010
વિવાહિત સ્ત્રીઓ માટે મંગળસૂત્ર શા માટે જરૂરી ?.........
VIRAL MORBIA
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment