અન્ય તમામ મંત્રોથી અલગ, કુબેર મંત્રને દક્ષિણ તરફ મુખ રાખીને સાધવાની પરંપરા છે.
કુબેર ધનના અધિપતિ એટલે કે ધનના રાજા છે. પૃથ્વીલોકની તમામ ધનસંપત્તિના કુબેર જ અધ્યક્ષ છે. એટલું જ નહીં કુબેર ભગવાન શિવના પરમપ્રિય સેવક પણ છે. ધનના અધિપતિ હોવાને કારણે તેમને મંત્ર સાધના દ્વારા પ્રસન્ન કરીને વિધાન બતાવવામાં આવ્યા છે. અન્ય તમામ મંત્રોથી અલગ, કુબેર મંત્રને દક્ષિણ તરફ મુખ રાખીને સાધવાની પરંપરા છે. અતિદુર્લભ કુબેર મંત્ર આ પ્રમાણે છે-
મંત્ર- ઓમ શ્રી હ્રીં શ્રીં, ઓમ હ્રીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાય નમ: |
વિનિયોગ- અસ્ય શ્રી કુબેર મંત્રસ્ય વિશ્વામિત્ર ઋષિ: બૃહતી છન્દ: શિવમિત્ર ધનેશ્વરો દેવતા સમાભીષ્ટસિદ્ધયર્થે જપે વિનિયોગ:
હવન- તલનું હવન કરવાથી(તલ ચડાવવાથી) પ્રયોગ સફળ બને છે. આ પ્રયોગ શિવ મંદિરમાં કરવો ઉત્તમ રહેશે. જો આ પ્રયોગ બીલીપત્રના વૃક્ષની નજીક બેસીને કરી શકો તે સૌથી ઉત્તમ રહેશે. પ્રયોગ સૂર્યોદય પહેલા સંપન્ન થઇ જાય તે જરૂરી છે.
No comments:
Post a Comment