Monday, April 26, 2010

મૃત્યુ સમયે શું અનુભવે છે મનુષ્ય ?..........

VIRAL MORBIA

મૃત્યુ સમયે મનુષ્યને ખૂબ બેચેનીનો અનુભવ થાય છે. અકળામણની સાથે તકલીફ વધે છે. મૃત્યુ સમયે શરીરની દરેક નાડીઓમાંથી ખેંચાઇને પ્રાણ એક જગ્યા ઉપર એકત્રિત થઇ જાય છે.



Feelings of man during deathદુનિયામાં સમયે-સમયે એવા નરશ્રેષ્ઠ મનુષ્યો આવતા રહે છે જે વર્ષો જૂના રહસ્યો પરથી પડદો ઉઠાવી માનવતા ઉપર ઉપકાર કરે છે. આવી આત્મજ્ઞાની મહાન આત્માઓ પોતાના જીવનકાળમાં જ યોગ, તપસ્યા, ભક્તિ કે સાધનાના કોઇ અન્ય માર્ગ દ્વારા ચેતનાની ઉચ્ચતમ અવસ્થા પર પહોંચી જાય છે. ચેતનાની તે ઉચ્ચતમ અવસ્થાને જ આત્મજ્ઞાન, કૈવલ્ય અથવા જીવિત મોક્ષના નામે ઓળખવામાં આવે છે. મહર્ષિ પતંજલિ પોતાના અષ્ટાંગ યોગમાં જેને સમાધિની અવસ્થા કહે છે, તે પણ આત્મજ્ઞાનની જ અવસ્થા હોય છે. આવા જ આત્મજ્ઞાની મહાપુરુષો સમાધિની અવસ્થામાં સમયના બંધનમાંથી મુક્ત થઇ જાય છે. તેઓ આ દરમિયાન જ મૃત્યુ પૂર્વેની અને મૃત્યુ બાદની ઘટનાઓને જાણી લે છે. આ યોગસિદ્ધ આત્માઓ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાન અનુસાર મરી રહેલી વ્યક્તિની કંઇક આ પ્રકારની દશા થાય છે-



નિશબ્દ પીડા- મૃત્યુ સમયે મનુષ્યને ખૂબ બેચેનીનો અનુભવ થાય છે. અકળામણની સાથે તકલીફ વધે છે. મૃત્યુ સમયે શરીરની દરેક નાડીઓમાંથી ખેંચાઇને પ્રાણ એક જગ્યા ઉપર એકત્રિત થઇ જાય છે, પરંતુ અનેક વર્ષોની આદતને કારણે તે પ્રાણ ફરીથી નાડીઓમાં એકત્રિત થઇ જાય છે જેના કારણે અસહ્ય ઝટકો લાગે છે. એ ઝટકાનો આઘાત જ પીડા કે કષ્ટનું કારણ છે જે પીડા મરી રહેલી વ્યક્તિને થાય છે. મૃત્યુ પહેલા નિશ્વિત રુપે પ્રાણીને પીડા થાય છે પરંતુ તે સમયની દશામાં તે કંઇ બોલી શકતો નથી.


No comments: