Tuesday, April 20, 2010

ભગવાનની અનમોલ ભેટ છે જીવન............

VIRAL MORBIA

બુદ્ધ સમજાવે છે કે જીવન આપણને કોઇ પણ રસ આપે તે રસને સ્વીકારી લેવો અને તેનો આભાર વ્યક્ત કરવો. ધ્યાન રાખો કે આપણે એવો ભમરો ન બની જઇએ કે જે રસ ચૂસવામાં જ ડૂબેલો રહે...



lifeઈશ્વરે મનુષ્ય જીવનના સ્વરુપમાં આપણને અનમોલ ભેટ આપી છે. તેનો આનંદ માણો, તેને નુકસાન ન પહોંચાડો. આજના પ્રતિસ્પર્ધાના જમાનામાં આપણને જો સૌથી મોટું નુક્સાન થયું હોય તો તે છે આપણી યુવા પેઢીનો નબળો પડી રહેલો આત્મવિશ્વાસ. પુસ્તકિયા જ્ઞાનની પાછળ દોડતા લોકો આધ્યાત્મથી દૂર થઇ ગયા છે. અને અહીંથી જ આપણા આત્મબળના પતનની શરુઆત થઇ છે.



સાચો ત્યાગ ત્યારે કર્યો ગણાય જ્યારે આપનું મન એ માનવા તૈયાર થઇ જાય, કે આપણું કંઇ જ નથી. જ્યારે આ ભાવ છૂટી જાય છે ત્યારે ત્યાગ પણ ઘટી જાય છે. લોકો સંસાર છોડવાની વાતો કરે છે, પરંતુ હકીકતમાં જોઇએ તો સંસાર આપણો છે જ ક્યાં કે તેને છોડવો પડે! જો આ વાત સમજી લેશો તો સંસારમાં રહેવાની મજા જ બદલાઇ જશે.



ગૌતમ બુદ્ધે એક મહત્વની વાત કહી છે. જેવી રીતે ભમરો ફૂલને કોઇ નુકસાન પહોંચાડ્યા વગર તેનો રસ પીવે છે, તેવી જ રીતે આપણા મુનિઓ ગામના ઘરે ઘરે ફરીને ભિક્ષા માંગે. વાત ખૂબ મહત્વની છે. જેવી રીતે ભમરો કોઇ નુકસાન પહોંચાડ્યા વગર રસ લઇને ચાલ્યો જાય છે તેવી રીતે જીવનને કોઇ નુક્સાન પહોંચાડ્યા વગર જીવી લેવું જોઇએ. આ અહિંસાનું ઉદાહરણ છે. આપણે જીવનનો રસ તો માણી શકીએ છીએ પણ કોઇને નુકસાન પહોંચાડવાનો આપણને કોઇ હક નથી. જ્યારે જીવનમાં અહિંસાનો આવો ભાવ જન્મ લઇ લેશે ત્યારે અશાંતિ આપોઆપ ચાલી જશે.



બુદ્ધ સમજાવે છે કે જીવન આપણને કોઇ પણ રસ આપે તે રસને સ્વીકારી લેવો અને તેનો આભાર વ્યક્ત કરવો. ધ્યાન રાખો કે આપણે એવો ભમરો ન બની જઇએ કે જે રસ ચૂસવામાં જ ડૂબેલો રહે, આપણે તેમાં એટલા મશગુલ બની જઇએ કે ઉડવાનું જ ભૂલી જઇએ અને સાંજે જ્યારે કમળના ફૂલની પાંખડીઓ બંધ થઇ જાય ત્યારે અંદર કેદ થઇ જઇએ!



બસ, દુનિયામાં જીવનનો એ જ નિયમ બની જાય કે આ દુનિયા આપણા માટે કારાગૃહ ન બની બેસે. જીવનનો રસ માણીએ, આભાર વ્યક્ત કરીએ અને કોઇ નુકસાન પહોંચાડ્યા વગર મુક્ત થઇ જઇએ. પ્રકૃતિ સાથે જે સંબંધ બુદ્ધે જોડ્યો છે તેના માટે ભારતીય પદ્ધતિનો આસો માસ ખૂબ અનુકૂળ છે. આ જ મહિનામાં નવરાત્રિનો આરંભ થાય છે. નવરાત્રનો અર્થ છે નવી રાત. આ જ દિવસોથી દિવસ નાનો અને રાત મોટી થવા લાગે છે. આ ઋતુ પરિવર્તનના કાળમાં નવ દિવસ શક્તિ આરાધના સાથે આપણે ભમરાની જેમ ફૂલને વગર કોઇ નુકસાન પહોંચાડ્યે રસની અનુભૂતિ કરી શકીએ છીએ.


No comments: