મહાત્મા બુદ્ધના અવસાનની કેટલીક સદીઓ બાદ તેમના શિક્ષણ, ઉપદેશો અને સિદ્ધાંતોને લઇને મતભેદો ઊભા થયા. તેનું પરિણામ એ આવ્યું કે બૌદ્ધ ધર્મ બે ભાગો એટલે કે બે શાખાઓમાં વહેંચાઇ ગયો, હીનયાન અને મહાયાન. બંને શાખાઓમાં બુદ્ધના સિદ્ધાંતોની પોતપોતાની દ્રષ્ટિ પ્રમાણે વ્યખ્યા કરવામાં આવી.
1. હીનયાન : આ શાખાનો અર્થ છે નાની સવારી. મૂળ રીતે બુદ્ધ ધર્મ આ હતો, જેણે બુદ્ધની શિક્ષા અને ઉપદેશોને મૂળ રુપમાં અપનાવ્યો. આને ‘દક્ષિણી બૌદ્ધ ધર્મ’ પણ કહેવાય છે. બૌદ્ધ ધર્મના મૂળ સિદ્ધાંત મૂળભૂત રીતે સનાતન હિન્દુ ધર્મમાંથી જ લેવામાં આવ્યા છે. માનવ જીવન દુ:ખોથી ભરેલું છે અને આ કષ્ટોની વૃદ્ધિ સ્વયં આત્મા દ્વારા થાય છે. આ આત્મા જ પુનર્જન્મના ચક્રમાંથી પસાર થાય છે. આ પુનર્જન્મનો અર્થ જ તમામ પ્રકારના દુ:ખોનો અંત છે.
હીનયાન શાખાના અનુયાયીઓએ બુદ્ધના પદચિહ્નોને જ બુદ્ધનું પ્રતીક માની લીધું છે. આ શાખાના ધાર્મિક ગ્રંથો પાલી ભાષામાં છે. બુદ્ધના સમયમાં પાલીભાષા લોકભાષા ગણાતી હતી.
2. મહાયાન : મહાયાનનો અર્થ છે મોટી સવારી. આ શાખામાં માનનારા લોકોએ બુદ્ધને ભગવાનનું રુપ આપી દીધું છે. આ શાખામાં માનનારા લોકોનો ઉદ્દેશ તમામ પ્રાણીઓના ઉદ્ધાર માટે બુદ્ધત્વની પ્રાપ્તિ છે. બૌદ્ધ ધર્મની આ શાખાને એકયાન, અગ્રયાન, બોધિસત્વયાન અને બુદ્ધયાનની સાથે-સાથે ઉત્તરી બૌદ્ધ ધર્મ પણ કહે છે.
સૈદ્ધાંતિક વિસ્તારની દ્રષ્ટિએ એ કહેવું મુશ્કેલભર્યુ રહેશે કે મહાત્મા બુદ્ધના ઉપદેશોનું વાસ્તવિક રુપ બૌદ્ધ ધર્મની કઇ શાખામાં વધારે ઉતરેલું છે. હાલમાં મોટાભાગના વિશ્વમાં ‘મહાયાન’ મતમાં માનવાવાળાઓની સંખ્યા વધારે છે. ચીન, તિબેટ, કોરીયા અને મોંગોલિયામાં મહાયાન વધારે પ્રચલિત છે. જ્યારે બર્મા, શ્રીલંકા, કમ્પૂનિયામાં હીનયાનને માનવામાં આવે છે.
No comments:
Post a Comment