ઉપનિષદોનો રચનાકાળ ઈ.સ. પૂર્વે 1500થી 2000 વર્ષ અર્થાત 3510થી 4010 વર્ષ પહેલાની આસપાસનો ગણાવ્યો છે. જ્યારે સંસ્કૃત સાહિત્યના અન્ય વિદ્વાનો અને ઈતિહાસકારો માને છે કે આ મહાનતમ દુર્લભ પુસ્તકોને ચાર હજાર વર્ષોથી વધારે સમય પહેલા લખવામાં આવ્યા હશે.
સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ નામના ગ્રંથોનો ઘણો મહત્વપૂર્ણ દરજ્જો છે. ઉપનિષદમાં સમાયેલા બહુમૂલ્ય અને ઉપયોગી જ્ઞાનને કારણે જ તેમને વેદોનો સાર કે વેદોનું મસ્તક પણ કહેવાય છે. આધ્યાત્મના વિષયમાં સર્વોચ્ચ સ્તરના સર્વશ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ માટે એક માત્ર પ્રમાણિક સાધન ઉપનિષદ ગ્રંથ છે.
ઉપનિષદના રચનાકાળ સંદર્ભે એકથી વધારે મત પ્રચલિત છે. વૈદિક સાહિત્યના પ્રકાંડ પંડિતો અને જ્યોતિષ ગણિતના જાણકાર લોકમાન્ય ટિળકે ઉપનિષદોના રચનાકાળ સંદર્ભે ઉલ્લેખ કર્યો છે. ટિળકે પોતાના સુપ્રસિદ્ધ પુસ્તક ગીતા રહસ્ય (પૃષ્ઠ-552)માં ઉપનિષદોનો રચનાકાળ ઈ.સ. પૂર્વે 1500થી 2000 વર્ષ અર્થાત 3510થી 4010 વર્ષ પહેલાની આસપાસનો ગણાવ્યો છે. જ્યારે સંસ્કૃત સાહિત્યના અન્ય વિદ્વાનો અને ઈતિહાસકારો માને છે કે આ મહાનતમ દુર્લભ પુસ્તકોને ચાર હજાર વર્ષોથી વધારે સમય પહેલા લખવામાં આવ્યા હશે.
વિદ્વાનોએ પોતાની વાતની સચ્ચાઈના પ્રમાણ તરીકે ઐતિહાસિક તથ્યો પણ પ્રસ્તુત કર્યા છે. આ પ્રમાણે ઘણાં સક્ષમ છે. માટે નિષ્કર્ષ તરીકે આપણે કહેવું જોઈએ કે હજારો વર્ષ પૂર્વે લખાયેલા ઉપનિષદ અમૂલ્ય જ્ઞાનનો અથાગ સાગર છે.
No comments:
Post a Comment