પાછલા જન્મ વિશે જાણવું હોય કે ભવિષ્યની ઝાંખી કરવી હોય, બંને કાર્યો કેટલાક વિશેષ પ્રયત્નો અને ઉપાયોથી સંભવ છે.
મનુષ્ય એક જિજ્ઞાસુ પ્રાણી છે. અજ્ઞાતને જાણવાની, તેને ઓળખવાની લાલસા પ્રારંભથી જ તેના મનમાં રહી છે. જે સામે નથી અટલે કે જે છુપાયેલું છે, ગુપ્ત છે તેને સામે લાવવું દરેક મનુષ્યનો જન્મજાત સ્વભાવ છે. તમામ લોકો જાણે છે કે જે થવાનું છે તે તો થઇને જ રહેશે તેમ છતાં પોતાના ભવિષ્ય વિશે જાણવાની તાલાવેલી સહુના મનમાં હોય છે. આ કૌતુકતાને કારણે જ માણસ પોતાનો સમય, શ્રમ અને સંપત્તિ ત્રણેય દાવ પર લગાવી દે છે.
રહી વાત પોતાના ગયા જન્મ વિશે જાણવાની, તો આમ કરવું અઘરું છે, સાથે-સાથે સો ટકા સંભવ પણ છે! પાછલા જન્મ વિશે જાણવું હોય કે ભવિષ્યની ઝાંખી કરવી હોય, બંને કાર્યો કેટલાક વિશેષ પ્રયત્નો અને ઉપાયોથી સંભવ છે. આવો જ એક વિશિષ્ટ પણ પ્રામાણિક ઉપાય છે - અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગના નિર્માતા ભારતીય ઋષિ પતંજલિ છે. તેઓ પોતાના પુસ્તક યોગ-દર્શનમાં યોગીની આ ક્ષમતાનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે. તેઓ પોતાના પુસ્તકમાં લખે છે -
સંસ્કારસાક્ષાત્કરણાત્ પૂર્વ જાતિ જ્ઞાનમ્ |
કહેવાનો અર્થ એ છે કે સંયમ દ્વારા સંસ્કારોને સાક્ષાત કરી લેવાથી પૂર્વ જન્મોનું જ્ઞાન થઇ જાય છે.
No comments:
Post a Comment