Tuesday, April 27, 2010

દ્રષ્ટિકોણ બદલો, દ્રષ્ટિ આપોઆપ બદલાઇ જશે....

માણસની ખુબીઓ, તેની ક્ષમતાઓને જાતિ-પાતિ, દેશ, કાળ, પરિસ્થિતિ અનુસાર ખુલ્લા મનથી સ્વીકારવી જોઇએ.howtojudgeapersonssel_288

માનવીય વ્યવહાર છે કે આપણે જેના વિશે જે સાંભળીએ છીએ, તેના માટે તે મુજબ જ આપણું માનસ તૈયાર કરી લઇએ છીએ. કોઇના વિશે ખરાબ સાંભળ્યું હોય તો આપણે હંમેશા તેની અંદર ભૂલો શોધ્યા કરીશું. પોતાની દ્રષ્ટિ બદલો, સારું જોવાનો પ્રયાસ પણ કરો, આપને તે મનુષ્યના સારા કર્મો-સારા ગુણો પણ દેખાશે.

પોતાની ઉપલબ્ધિઓની પાછળ ઉપયોગમાં લીધેલા સાધનોની શુદ્ધતા પ્રત્યે અત્યંત સાવધાન રહો. આપના દ્વારા કરવામાં આવી રહેલા કાર્યોની નિયત પરિણામ ઉપર અસર કરશે. શહેનશાહ અકબરના ગુણ ગાતા સ્વામી રામતીર્થ કહેતા હતા અકબર અબ્દુલ ફઝલ, પોર્ટુગીસના પાદરી, મોટા-મોટા હિન્દુ પંડિતોના દિલમાં રાજ કરતા હતા. આ તમામની નજરમાં અકબર એક આધ્યાત્મિક માણસ હતા. અકબરની દિનચર્યા હતી નમાઝ, રોઝા તસબીહ(માળા), તોબા(પશ્વાતાપ) અને ઇસ્તગફાર(ક્ષમા પ્રાર્થના).

વાસ્તવમાં રામતીર્થ જે તરફ ઇશારો કરી રહ્યા હતા તે આપણા કામની જ વાત છે. અકબરને જીવનમાં સતત સફળતા પ્રાપ્ત થતી રહી. એકલતામાં અકબરને ખ્યાલ આવતો હતો કે ધન મારો સેવક, વૈભવ અને અનુચર બની ગયું છે. આખરે આટલી તાકાત મારા હૃદયમાં ક્યાંથી આવે છે, કોણ આપે છે?

આ માટે જ સૂફી સંતોની સંગત તેમને પસંદ હતી. તેમની આવી સફળતા ઉપર રામતીર્થની ટીપ્પણી હતી કે શું ભોગવિલાસ અને કામયાબી એક સાથે ટકી શકે છે! રામતીર્થનો સંકેત છે કે સફળ મનુષ્યના જીવનનો શુભ પક્ષ જોવામાં આવે તો આપણે પણ આપણા સફળ થવાના ઇરાદા મજબૂત બનાવી શકીએ છીએ. દરેક રાજાની આલોચના કરી શકાય છે અને કરવામાં આવી પણ છે. અકબરની આસપાસ પણ આરોપો ઘેરાયેલા રહેતા હતા. રામતીર્થ અકબરના નામે કહી ગયા કે યોગ્યતા અને સફળતાને માત્ર આલોચનાઓ દ્વારા ન પારખશો. માણસની ખુબીઓ, તેની ક્ષમતાઓને જાતિ-પાતિ, દેશ, કાળ, પરિસ્થિતિ અનુસાર ખુલ્લા મનથી સ્વીકારવી જોઇએ.

No comments: