Shushil Sharma
હિંદુ ધર્મના પ્રામાણિક અને મૂળ ધર્મ ગ્રંથ વેદ છે. વેદનો અર્થ છે જ્ઞાન અથવા વિવેક. વેદ માનવ રચિત નથી, પરંતુ તે ઈશ્વર દ્વારા સુપાત્ર, યોગ્ય ઋષિ-મુનિઓને નિ:શબ્દ વાણીમાં પ્રદાન કરાયેલી અનુભૂતિઓનો લિપિબદ્ધ સંગ્રહ છે.
વેદોની સંખ્યા ચાર છે. જેના નામ આ પ્રકારે છે - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ તમામમાં ઋગ્વેદ સૌથી વધારે પ્રાચીન છે. ઋગ્વેદ સર્વકલ્યાણકારી પ્રાર્થનાઓનો સંગ્રહ છે. યજુર્વેદમાં યજ્ઞના વિધાનો અને કર્મકાંડનું વિવર છે. સામવેદમાં ઋગ્વેદની પસંદ કરાયેલી ઋચાઓને સંગીતબદ્ધ કરાઈ છે. જેનો વિશેષ યજ્ઞ પ્રસંગે સસ્વર સંગીતમય પાઠ કરવામાં આવે છે.
સામવેદ વિભિન્ન રાગ-રાગિણીઓનું ઉદગમ છે. અથર્વવેદ નીતિ સંબંધી સિદ્ધાંતોનું સંકલન છે. તેમાં આયુર્વેદ, વિજ્ઞાન, સ્વાસ્થ્ય, આયુ અને વૃદ્ધિ સંબંધી તથ્યોનું વિસ્તૃત વિવરણ છે.
No comments:
Post a Comment