તાઓ ધર્મનો શાબ્દિક અર્થ માર્ગ થાય છે. ચીનમાં તાઓ ધર્મનું સ્થાન બૌદ્ધ ધર્મથી પહેલા અત્યંત માન્ય અને પ્રચલિત હતું. આ એક જટિલ ધર્મ છે. જે ચીનીઓની વિશ્વ સંકલ્પના પર આધારિત છે.
તાઓ ધર્મ પ્રમાણે, મનુષ્ય અને પ્રકૃતિ, ન કેવળ એકબીજા પર નિર્ભર છે, પરંતુ તે બંનેમાં એટલો ઘનિષ્ઠ સંબંધ છે કે બંને એકબીજાને ઘેરાઈથી પ્રભાવિત પણ કરે છે.
તાઓ ધર્મનો ઉદભવ અને વિકાસ
તાઓ ધર્મની સ્થાપના લાઓત્સેએ કરી હતી. લાઓત્સે શબ્દનો શાબ્દિક અર્થ છે- પ્રાચીન આચાર્ય. લાઓત્સેનો જન્મ ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે. તેમણે તાઓ-તી-ચાંગ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તાઓ ધર્મનો સાર છે. તાઓને જાણવો, સમજવો અને અનુભવ કરવો તથા તે પ્રમાણે આચરણ કરવું માનવજીવનનો ઉદેશ્ય છે.
લાઓત્સેનો મત હતો કે મનુષ્યના જીવનનો સર્વશ્રેષ્ઠ માર્ગ તાઓની શરણમાં જવું અને તમામ ઘટનાઓને પ્રકૃતિના નિયમ પ્રમાણે થવા દેવી. આ તાઓ ધર્મ સરળ જીવનના ગુણોને અપનાવવા અને સ્વાર્થનો પરિત્યાગ કરવાનું શિક્ષણ આપે છે.
ઈશ્વરનું સ્વરૂપ
ચીનવાસીઓની માન્યતા છે કે તાઓ શબ્દનો અર્થ ઘણો ગુઢ છે. તાઓ પરબ્રહ્મ છે, વિશ્વનું મૂળ છે, સ્વયં સિદ્ધ છે, અનાદિ છે, તેનું કોઈ નામ નથી, તેને ગ્રહણ કરવો, ચિંતન કરવો કઠિન છે. તેનું કોઈ સ્વરૂપ નથી, તે દરેકમાં છે, તે સૌથી ઉપર છે, તેવું ચીનના લોકો માને છે.
પ્રાચીન ચીનના લોકો એક જ દેવતાના ઉપાસક હતા. તે સમયે પરમાત્મા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેનો અર્થ શાસક થતો હતો. શાસક શબ્દથી પરમાત્માની સર્વોચ્ચતા સારી રીતે વ્યક્ત થાય છે.
રાજાની આજ્ઞા માનવાથી ઈશ્વર પ્રસન્ન થશે અને તેની આજ્ઞાનો ભંગ કરવાથી ઈશ્વર ક્રોધ કરશે. જ્યારે પ્રજા પાપ કરે છે, ત્યારે ઈશ્વર તેમને તોફાન, આંધી, દુકાળ વગેરે ઘટનાઓ સ્વરૂપે દંડ આપે છે.
તાઓ ધર્મ પ્રમાણે પાપ
તાઓ ધર્મ પ્રમાણે પાંચ પ્રકારના પાપ છે.
(1) માતા-પિતાની સેવા ન કરવી
(2) જુગાર રમવો અને દારૂ પીવો
(3) ધનને અત્યાધિક મહત્વ આપવું
(4) ભોગ-વિલાસ
(5) હિંસા કરવી, કોઈને સંતાવવું
No comments:
Post a Comment