જૈનોની દિગંબર શાખાની માન્યતા છે કે સ્ત્રીઓને મોક્ષ નથી મળી શકતો કારણ કે તેઓ વસ્ત્રોનો સંપૂર્ણ ત્યાગ કરી શકતી નથી. દિગંબરોના તીર્થંકરોની મૂર્તિઓ સંપૂર્ણ નગ્ન હોય છે.
જૈન ધર્મના મુખ્ય બે પંથ એટલે કે શાખા છે. એક દિગંબર અને બીજી શ્વેતાંબર. દિગંબર એટલે દિક્(દિશા) + અંબર(વસ્ત્ર), જેનો અર્થ છે નગ્ન. અપરિગ્રહ અને ત્યાગનું આ ચરમ ઉદાહરણ છે. દિગંબર સ્વરુપનો આશય એટલે સંપૂર્ણ ત્યાગ. સંપૂર્ણ ત્યાગ એટલે કોઇ પણ પ્રકારનો સંગ્રહ નહીં, શરીરના વસ્ત્રનો પણ ત્યાગ.
જૈનોની દિગંબર શાખાની માન્યતા છે કે સ્ત્રીઓને મોક્ષ નથી મળી શકતો કારણ કે તેઓ વસ્ત્રોનો સંપૂર્ણ ત્યાગ કરી શકતી નથી. દિગંબરોના તીર્થંકરોની મૂર્તિઓ સંપૂર્ણ નગ્ન હોય છે. દિગંબર શાખાના અનુયાયીઓ શ્વેતાંબરો દ્વારા માન્ય રાખવામાં આવેલા અંગ સાહિત્યને પણ પ્રામાણિક નથી ગણતા.
શ્વેતાંબરનો અર્થ છે ‘શ્વેત(વસ્ત્ર) છે વસ્ત્ર જેનું તે’.શ્વેતાંબર શાખાના અનુયાયી વસ્ત્રોના સંપૂર્ણ ત્યાગ અર્થાત્ નગ્નતાને વધારે મહત્વ નથી આપતા. તેમના જૈનાલયોમાં સ્થાપવામાં આવેલી મૂર્તિઓ નગ્ન નથી હોતી.
જૈન ધર્મમાં ત્રીજી એક ઉપશાખા સુધારવાદી સ્થાનકવાસીઓની છે, જેઓ મૂર્તિ પૂજાના વિરોધી છે. આ શાખા સરળ, સ્વચ્છ વ્યવહાર તથા સાદગીની સમર્થક છે. તો વળી તેમની જ એક ઉપશાખા તેર પંથીઓની છે જેઓ ઉગ્ર સુધારક છે.
No comments:
Post a Comment