Tuesday, April 20, 2010

પહેલા સમજો કે આપણે શું છીએ?

VIRAL MORBIA

દુનિયામાં એવી રીતે ખોવાઈ જવું કે પછી સ્વયંની કોઈ દરકાર ન રહે, એવું ઘણાં બધાં લોકો સાથે થાય છે. આપણે દુનિયાની ભાગદોડમાં ખુદ માટે સમય કાઢવાનું ભૂલી જઈએ છીએ. ક્યારેક એકલા બેસીને વિચાર પણ કરીએ કે આપણે શું હતા અને હવે શું થઈ ગયા છીએ? જ્યા સુધી ખુદને નહીં ઓળખીએ, ત્યાં સુધી પોતાની મંઝિલ સુધી પહોંચી શકીશું નહીં. પછી જો ખોજ આધ્યાત્મિક જીવનની હોય, તો તે વધારે જરૂરી બની જાય છે.

મનુષ્યના મનની આદત હોય છે કે તે ઉઠાપઠક કરતું રહે, ભાગદોડમાં લાગેલું રહે અને જીવનની તડકી-છાયડીમાં ગુંચવાયેલું રહે. મનની તમામ રુચિ ભાગવામાં છે. માટે જ્યારે મનના કહેવા પર ચાલીએ છીએ ત્યારે સંસારની વસ્તુઓની પાછળ ભાગીએ છીએ. કેટલાંક સમય બાદ જ્યારે સંસારથી ઉબાઈ જઈએ છીએ, તો ભગવાનની તરફ ભાગવા લાગીએ છીએ. મનની ભાગવાની વૃતિ એમની એમ રહે છે. મનનું કામ દોડવાનું છે અને તે દોડતું રહે છે, ભલે તેની દિશા બદલાઈ જાય. જ્યારે આધ્યાત્મ કહે છે કે થોભી જાવ. જ્યાં સુધી થોડા રોકાશો નહીં, ઈશ્વરની સાથે મુલાકાત થશે નહીં.

સુગ્રીવે શ્રીરામને વાયદો કર્યો હતો કે વાલીનો વધ થયા બાદ અને તેના રાજા બન્યા બાદ તે સીતાજીની ભાળ મેળવવા માટે વાનર મોકલશે, પણ તે આ કામ ભૂલી ગયો હતો. ત્યારે હનુમાનજીએ સુગ્રીવને સમજાવ્યો હતો કે તમે થોડા અંદર ઉતરીને ચિંતન કરો. પહેલા તમે રાજ્ય પામવા માટે દોડી રહ્યાં હતા અને હવે તેની તૃપ્તિને કારણે ભગવાનનું કામ કરતાં ડરો છો. તમારું મન કુલ મળીને અસમંજશમાં છે.

દુનિયામાં જો મેળવવું છે તો દોડવું પડશે અને દુનિયા બનાવનારને પામવો હશે, તો દોડવામાં તેને ગુમાવી દેશું. બંનેના સમીકરણ અલગ છે. દોડીશું તો જ સંસાર મળશે અને આધ્યાત્મમાં દોડીશું તો કદાચ ઈશ્વરને ગુમાવી દેશું. માટે થોડું થોભી જવાનું શીખીએ. થોભવાનો અર્થ છે કે તમે જેવા છો, તેવા જ પરમાત્માને સમર્પિત થઈ જાવ.

એ વિચારવું કે પહેલા સાધુ બની જાવ અને પછી ભગવાન પાસે જાવો તો બની શકે કે તમે થાપ ખાઈ જાવ. સૌથી પહેલા તો જેવા છો, તેવા જ રોકાઈ જાવ. સુગ્રીવને આ વાત સમજમાં આવી અને તે ફરીથી શ્રીરામ સુધી પહોંચી ગયો. આપણે જેવા છીએ તેને જાણવા માટે ધ્યાન, મેડિટેશન એક સાચી ક્રિયા છે. સુગ્રીવના જીવનમાં હનુમાનની ઉપસ્થિતિનો અર્થ જ મેડિટેશન હતો.

No comments: