કોઇ પણ અયોગ્ય વ્યક્તિની મદદ કરવાથી આપણે જ મુશ્કેલીમાં મુકાઇ શકીએ છીએ. માટે, કોઇની મદદ જરૂર કરો પણ સમજી વિચારીને.
મદદ, હેલ્પ, સહયોગ જેવા શબ્દો આજકાલ આપણે દિવસમાં કેટલીયે વાર સાંભળીએ છીએ. દરેકને કોઇક ને કોઇક પ્રકારની મદદ લેવી પડતી હોય છે અને આપણે મદદ કરીએ પણ છીએ. પણ કેટલીક વાર મદદ કરવાના ચક્કરમાં આપણે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોઇ ખોટી વ્યક્તિની મદદ કરવાનું પરિણામ શું હોઇ શકે તેના સંબંધમાં એક કથા પ્રચલિત છે.
એક રાજા, જેનો આલીશાન મહેલ, અસંખ્ય સેવકો અને બહુ મોટું રાજ્ય હતું. તેનો ઊંઘવાનો ખંડ તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હતો. પણ રાજાની સુંવાળી પથારીમાં એક જૂ રહેતી હતી, જે દર રાત્રે રાજાનું લોહી ચૂસતી રહેતી હતી. એક દિવસ એક વંદો પણ ત્યાં આવી ગયો. તેને જોઇને જૂએ તેને ત્યાંથી ચાલી જવા કહ્યું. પણ વંદો ચતુર હતો, તેણે ગમે તે ભોગે જૂને સમજાવીને મનાવી લીધી.
જૂ તેની વાતોમાં આવી ગઇ અને તેણે વંદાને કહ્યું કે રાત્રિના સમયે તું રાજાનું લોહી પી શકે છે. રાજા પોતાની પથારીમાં આવી ગયો હતો, વંદાથી રહેવાયું નહીં અને તેણે રાજાનું લોહી પીવાની શરુઆત કરી. રાજાને માલુમ પડતા તેણે પોતાના સેવકોને તુરંત જ પથારી સાફ કરવા જણાવ્યું. આ સમયે વંદો તો જગ્યા છોડીને નાસી ગયો હતો, પણ પેલી જૂ ઝડપથી ક્યાંય ભાગી ન શકી અને તે સેવકોની નજરમાં આવી ગઇ. આખરે તેણે સેવકોએ તેને ગુનેગાર સમજી મોતને ઘાટ ઉતારી દીધી.
કોઇ પણ અયોગ્ય વ્યક્તિની મદદ કરવાથી આપણે જ મુશ્કેલીમાં મુકાઇ શકીએ છીએ. માટે, કોઇની મદદ જરૂર કરો પણ સમજી વિચારીને.
No comments:
Post a Comment