Tuesday, April 27, 2010

હિંદુ ધર્મનો વિશ્વ વિખ્યાત મહાન ગ્રંથ ગીતા...........

માનવજીવનના સમસ્ત દુ:ખો, અભાવો, ભયો, આશંકાઓ અને જિજ્ઞાસાઓનું સંપૂર્ણ સમાધાન ગીતામાં સમાયેલું છે. આજ જીવન પ્રબંધન, સમય પ્રબંધન અને જીવન જીવવાની કળા શીખવા માટે વિશ્વભરમાં ગીતાની મદદ લેવામાં આવે છે.

gitaભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ દ્વારા વિશ્વને અપાયેલો અનુપમ ઉપહાર એટલે ગીતા. સમગ્ર વિશ્વમાં ગીતા નામના ગ્રંથને નિર્વિવાદ રૂપે સર્વોત્તમ કૃતિ માનવામાં આવે છે. એકમાત્ર ગીતામાં જ સમસ્ત ધર્મો અને માનવજીવનનો સાર સમાયેલો છે. આટલા નાના આકારમાં આટલું વિશાળ, વ્યાપક અને ગંભીર શાશ્વત જ્ઞાન પ્રદાન કરનાર અન્ય કોઈ ગ્રંથ નથી.

ગીતામાં સંપૂર્ણ ધર્મો અને સંપૂર્ણ ગ્રંથોનો નિચોડ સમાયેલો છે. ગીતા સાથે તુલના કરવામાં આવે, તો તેની સામે સમસ્ત સંસારનું જ્ઞાન તુચ્છ છે. ગીતામાં જીવન પ્રબંધનગીતા એક ઉચ્ચકોટિનું દર્શનશાસ્ત્ર છે. માનવજીવનના સર્વોત્તમ સદઉપયોગ દર્શાવનાર ગીતા જેવા અન્ય ગ્રંથો વિશ્વભરમાં ઉપલબ્ધ નથી.

માનવજીવનના સમસ્ત દુ:ખો, અભાવો, ભયો, આશંકાઓ અને જિજ્ઞાસાઓનું સંપૂર્ણ સમાધાન ગીતામાં સમાયેલું છે. આજ જીવન પ્રબંધન, સમય પ્રબંધન અને જીવન જીવવાની કળા શીખવા માટે વિશ્વભરમાં ગીતાની મદદ લેવામાં આવે છે. ચાહે કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયને માનનારો વ્યક્તિ હોય, તેણે જીવનમાં એક વખત ગીતાનું પૂર્ણ મનોયોગથી અધ્યયન કરવું જોઈએ. ગીતામાં નિશ્વિતરૂપથી માનવજીવનની સમસ્ત સમસ્યાઓનું અંતિમ અને સ્થાયી સમાધાન નિહિત છે.

No comments: