ધનના કારક ગ્રહ સૂર્ય અને ગુરુ હોય છે. આ માટે સીધો નિયમ છે કે જન્મકુંડળીમાં જ્યારે સૂર્ય અને ગુરુ ઉચ્ચના હોય અને સારા ભાવમાં બેઠેલા હોય તો તે વ્યક્તિને ધનવાન બનાવે છે.
આ સંસારમાં કેટલાક અપવાદોને છોડીને દરેક વ્યક્તિ ધનવાન બનવા ઇચ્છે છે. ધન વ્યક્તિને સુખ, આનંદ, સુવિધા અને સામાજિક સુરક્ષા આપે છે. આજે વિશ્વમાં ધનવાન લોકોની સંખ્યા એટલી ઓછી છે કે તેમની સુચિ બનાવવી સરળ છે. આની સરખામણીમાં ગરીબ લોકોની સંખ્યા વધારે છે. તો કેટલાક લોકોની આવક એટલી છે કે તે સમાજમાં સન્માનિત અને આદર્શ જિંદગી જીવી શકે છે. પણ ત્રણેય વર્ગોને જુઓ તો માલુમ પડશે કે દરેકમાં એક સમાનરુપે ધન મેળવવાની ઇચ્છા હોય છે.
ધન અને આવકના આધાર પર લોકોને અલગ-અલગ શ્રેણીમાં વહેંચી શકાય છે- અતિધનિક, ઉચ્ચ મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ અને એકદમ ગરીબ. આ અંતર જોઇને વિચાર આવશે કે જ્યારે બધાજ માનવો સમાન છે ત્યારે આવો ભેદ શા માટે!
એવું પણ નથી કે કોઇ વ્યક્તિ ધન મેળવવાનો પૂરો પ્રયત્ન નથી કરતી. જ્યાં સુધી પૈસા કમાવાની વાત છે, દરેક વ્યક્તિ ઇચ્છાનુસાર કાર્ય કરવા માટે સ્વતંત્ર છે. આ જ કારણ છે કે કોઇ વ્યક્તિ ઈમાનદારીથી ધન પ્રાપ્ત કરવા ઇચ્છે છે અને કોઇ વ્યક્તિ ધન મેળવવા માટે અપરાધનો માર્ગ અપનાવે છે. ધન કમાવવાના પ્રકારોની પસંદગી પાછળ વ્યક્તિ-વ્યક્તિની માનસિકતા અલગ હોય છે. આ અલગ માનસિકતાને જ્યોતિષ વિજ્ઞાનની દ્રષ્ટિથી જાણી શકાય છે.વ્યક્તિની જન્મકુંડળીમાં બનતા ગ્રહયોગ દ્વારા તેની ભૂતકાળ અને ભવિષ્યની આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે.
ધનયોગ માટે જન્મકુંડળીનો દ્વિતિય, છઠ્ઠો અને દસમો ભાવ મહત્વપૂર્ણ હોય છે. તેની સાથે 7મા અને 11મા ભાવના ગ્રહયોગ પણ જોવામાં આવે છે. જન્મકુંડળીમાં બીજો ભાવ પોતાની જાતે કમાયેલું ધન, છઠ્ઠો ભાવ ઋણ કરીને મેળવેલું ધન અને દસમો ભાવ નોકરી કે રોજગાર દ્વારા કમાયેલા ધનનો નિર્ધારક હોય છે.
ધનના કારક ગ્રહ સૂર્ય અને ગુરુ હોય છે. આ માટે સીધો નિયમ છે કે જન્મકુંડળીમાં જ્યારે સૂર્ય અને ગુરુ ઉચ્ચના હોય અને સારા ભાવમાં બેઠેલા હોય તો તે વ્યક્તિને ધનવાન બનાવે છે.
આ પ્રકારે સૂર્ય અને ગુરુની ઉપસ્થિતિના આધારે જો દ્વિતિય ભાવના ગ્રહયોગની સ્થિતિ મજબૂત હોય ત્યારે પૈતૃક સંપત્તિ કે રોકાણ દ્વારા ધન પ્રાપ્ત થાય છે.
જ્યારે છઠ્ઠો ભાવ બીજા અને દસમા ભાવની સરખામણીમાં મજબૂત હોય છે ત્યારે વ્યાજ દ્વારા ધનની પ્રાપ્તિ થાય છે.
જો દસમો ભાવ દ્વિતિય અને છઠ્ઠા ભાવથી મજબૂત હોય તો વ્યક્તિને અનેક સ્ત્રોતોમાંથી ધન પ્રાપ્તિ થાય છે.
જ્યારે બારમો ભાવ મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિ ઉધારમાં લીધેલું ધન ચૂકવી શકતી નથી. દેવાદાર બની જાય છે.
ધનયોગ માટે એક મહત્વપૂર્ણ નિયમ છે કે સૂર્યનો શત્રુગ્રહ શનિ બીજા ભાવમાં બેઠેલો નથી હોતો, તેની સામાન્ય દ્રષ્ટિ પણ નથી પડતી. આ સાથે જ લગ્નના દ્વિતિય ભાવ અને ચંદ્રની સાથે તેનો યોગ બનતો નથી.
No comments:
Post a Comment