Monday, April 26, 2010

લગ્ન પહેલા તે આવા તો ન હતા...!

એકબીજા સાથે વ્યતિત કરવામાં આવતા સમયની ક્વોલિટી પર ધ્યાન આપો, ક્વોન્ટિટી પર નહીં. સંબંધોની મીઠાશ એકબીજાની સમજ અને યોગ્યતા પર નિર્ભર કરે છે.He was not like this before marriage



મોટાભાગના લોકોને એ અનુભવ હોય છે કે લગ્ન થયા બાદ પ્રેમ-સ્નેહ પહેલા જેવો નથી રહેતો. અરેંજ મેરેજ જ નહીં, લવ મેરેજમાં પણ આવી દશા જોવા મળે છે. આશ્વર્યની વાત છે કે, જેમણે પ્રેમી સાથે લગ્ન કરવા માટે માતા-પિતા, પરિવાર અને સમાજનો વિરોધ કર્યો અને વિરોધ સહન પણ કર્યો, તે જ લગ્ન બાદ એકબીજા માટે સહુથી અપ્રિય પાત્ર બની બેસે છે. શું કારણ છે કે લગ્ન બાદ માણસને એકબીજાની ભૂલો-નબળાઇઓ નજરે ચડે છે. લગ્ન પહેલા કે તુરંત જ જે જોડીઓ આકર્ષણનું કેન્દ્ર લાગે છે તે અચાનક કેવી રીતે બદલાઇ જાય છે ?



હકીકત- આ વિષય ઉપર ગહન ચિંતન કરવામાં આવે અને નિષ્પક્ષ દ્રષ્ટિ રાખીને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચારવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવી શકે છે. હકીકત એ છે કે લગ્ન બાદ કોઇ માણસ નહીં પણ વ્યક્તિની જોવાની દ્રષ્ટિ બદલાઇ જાય છે. પહેલા વ્યક્તિ પોતાના સાથીની જે ખુબીઓથી પ્રભાવિત થતી હતી, હવે એ ખૂબીઓ તેના માટે જૂની થઇ ગઇ છે. બીજી બાજુ નવીનતાના આકર્ષણમાં જે નબળાઇઓને આંખ આડે લેવામાં આવી હતી, તે હવે ઉભરાઇને બહાર આવવા લાગે છે.



લગ્નના મહાન અને અનમોલ સંબંધની મધુરતાને જો કાયમ રાખવી હોય તો બે વાતો ધ્યાનમાં રાખવી. પહેલી એ કે નબળાઇઓ અને ભૂલો દરેક વ્યક્તિનો માનવીય સ્વભાવ હોય છે. કોઇને પોતાના ઢાંચામાં ઢાળવો ન તો ઉચિત છે કે ન સંભવ. બીજી કામની વાત એ છે કે એકબીજા સાથે વ્યતિત કરવામાં આવતા સમયની ક્વોલિટી પર ધ્યાન આપો, ક્વોન્ટિટી પર નહીં. સંબંધોની મીઠાશ એકબીજાની સમજ અને યોગ્યતા પર નિર્ભર કરે છે.


No comments: