Tuesday, April 27, 2010

યહુદી ધર્મનો જન્મ ....

Sushil Sharma

શબ્દકોશમાં આપવામાં આવેલા અર્થ પ્રમાણે યહુદી એટલે યહુદ દેશના નિવાસી, યહુદ દેશની શામી જાતિ, યહુદ દેશ વગેરે છે. યહુદી ધર્મના વિષયમાં જોઈએ તો ખબર પડશે કે યહુદી ધર્મ ત્રણ હજાર વર્ષ પહેલાનો હિબ્રુ લોકોનો ધર્મ છે. યહુદીઓનું જન્મ સ્થાન અરબ હતું. ત્યાંથી તે ધીરે ધીરે પેલસ્ટાઈનમાં જઈને વસ્યો.



યહુદી ધર્મનો ઉદભવ, વિકાસ અને ઈતિહાસ



હઝરત નૂહના વંશજ યહુદીઓ તરીકે ઓળખાયા. યહુદીઓનું જન્મ સ્થાન અરબ હતું. ત્યાંથી તેઓ ધીરે ધીરે પેલેસ્ટાઈનમાં જઈને વસ્યા હતા. તેમના નેતા હઝરત મૂસા હતા. તેમણે ઘણાં બધાં યહુદીઓને મિસરવાસીઓની આધીનતામાંથી છુટકારો અપાવ્યો હતો. મૂસાના મૃત્યુ પછી જોશુઆ તેમના નેતા બન્યા હતા. તેમના નેતૃત્વમાં યહુદીઓ અને પેલેસ્ટાઈનના મૂળ નિવાસીઓ વચ્ચે યુદ્ધ થયું હતું. કેટલાંક સમય બાદ બંને વચ્ચે સમજૂતી થઈ હતી. બંનેના મેળજોડથી હિબૂર સભ્યતાનો વિકાસ થયો હતો.

મૂસાના પહેલા હિબ્રુ કબીલાના લોકો અનેક દેવતાઓને માનતા હતા. હકીકતમાં હિબ્રુ ધર્મનો વિકાસ કેટલાંય ચરણોમાં થયો છે. અનેક દેવતાઓમાં વિશ્વાસ રાખવાની સાથે સાથે લોકો અનેક પ્રકારના અંધવિશ્વાસોને પણ માનતા હતા. મૂસાએ વિવિધ કબીલાઓ વચ્ચે એકતા સ્થાપિત કરી હતી અને તેમને સંગઠિત કર્યા હતા. આ લોકોએ એક દેવતાના સ્વરૂપમાં યાહવેહ અથવા જેહોતાને પોતાના ઈશ્વર માન્યા હતા. આ પ્રકારે લોકો આધ્યાત્મિક જાગૃતિ તરફ વળ્યા હતા.



યહુદીઓનો વિશ્વાસ છે કે ખુદ ઈશ્વરે મૂસાના માધ્યમથી તે લોકોને ઉપદેશ આપ્યો હતો. તે ઉપદેશોમાં એકેશ્વરવાદમાં વિશ્વાસ રાખવાની વાત પર જોર દેવામાં આવ્યું હતું. સાથે જ વિશિષ્ટ પ્રજા (જેવું કે હિબ્રુ લોકો પોતાને કહેતા હતા)ના જીવનોને નિર્દેશિત કરનારા નિયમો પ્રત્યે પણ આ ઉપદેશમાં આસ્થા પ્રગટ કરવામાં આવી હતી.



ઈબ્રી અને હિબ્રુ



જૂનું બાઈબલ યહુદીઓનો ધર્મગ્રંથ છે. તેમાં લખ્યું છે કે પરમેશ્વર યહોબાએ અબ્રાહમને કહ્યું હતું કે પોતાનો દેશ, જન્મભૂમિ અને પિતાના ઘરને છોડીને તું એ દેશમાં તું ચાલ્યો જા, જે હું તને દેખાડું છું. હું તારી પાસે એક મોટી જાતિ બનાડાવીશ, તને આશિર્વાદ આપું છું, તારું નામ ઊંચુ થશે. સંસારના તમામ લોકો તારી પાસેથી આશિર્વાદ લેશે.



પ્રભુ યાહોબાના આ કથનને સાંભળીને અબ્રાહમે પોતાની પત્ની અને પુત્ર તુલને પોતાની ધન-સંપત્તિ સાથે લઈને કનાન પ્રદેશમાં ચાલી નીકળ્યો અને સૌની સાથે કનાન પ્રદેશમાં ગયો. કનાનના રહેવાસીઓએ અબ્રાહમને ઈબ્રી કહ્યો હતો. ઈબ્રી અર્થાર્ત એ લોકો જે દઝલા અને ફરાઝ નદીના પેલા પારથી આવ્યા છે. ઈબ્રીનું કુંટુંબ ઈબ્રીસ તરીકે ઓળખાયું અને તેનું અપભ્રંશ થયું, હિબ્રુ.



યહુદી ધર્મના પંથ



અન્ય ધર્મોની જેમ યહુદી ધર્મમાં પણ પંથો છે. યહુદી ધર્મમાં મુખ્યત્વે ત્રણ પંથો છે.



(1) કટ્ટર પંથ



(2) ઉદાર પંથ



(3) સુધાર પંથ



ઈશ્વર દર્શન



એક દિવસ મૂરા હોરેવ પર્વત પાસે બકરિયો ચરાવી રહ્યો હતો, ત્યારે તેને ઈશ્વરની વાણી (અયાઝ) સંભળાઈ કે ઈઝરાયલી લોકોનો ઉધ્ધાર કર. ઈઝરાયલી લોકો મિસરના લોકોના દાસ છે, દુ:ખી છે. તેમને અહીંથી એ દેશમાં લઈ ચાલ કે જેને આપવાનું મે તારા પૂર્વજોને વચન આપ્યું છે. જ્યારે મૂસાએ તે દૈવીય વાણીને પૂછયું કે તમે કોણ છો? ત્યારે જવાબ મળ્યો કે એહે અશેર એહે (હું એ જ છું કે જે હું છું.) તેને જ કહે છે યહોવા (તે જ છે તે) સર્વવ્યાપક ઈશ્વર.

No comments: