મનુષ્ય અત્યાર સુધી પોતાના સૌરમંડળને જ સંપૂર્ણ રીતે જાણી નથી શક્યો, જ્યારે વાસ્તવિકતા એ છે કે આપણું સૌરમંડળ જે આકાશગંગાનું એક તણખા જેટલું સ્વરુપ ધરાવે છે તેના જેવી અરબો-ખરબો આકાશગંગાઓ બ્રહ્માંડમાં ધૂળના એક કણ જેટલું પણ સ્થાન નથી ધરાવતી.
પૃથ્વી ઉપર જીવન ક્યારથી છે? શું બ્રહ્માંડમાં અન્ય કોઇ ગ્રહ પર પણ જીવન છે? જો હા, તો કેવું છે, કયા રૂપમાં છે?... વગેરે કેટલાક એવા પ્રશ્નો છે જે માણસના મનમાં વર્ષોથી ઉઠી રહ્યાં છે. વચ્ચે વચ્ચે ક્યારેક ઉડતી રકાબીઓ જેવા તત્વોની વાતો સાંભળવા મળે છે ત્યારે આ અંગેની જિજ્ઞાસા વધતી જાય છે. એવું માનવામાં આવે છે કે આ ઉડતી રકાબીઓ દૂરના એવા ગ્રહો પરથી આવે છે જ્યાં પૃથ્વીવાસીઓ કરતા પણ વધુ વિકસિત સમાજ અસ્તિત્વ ધરાવે છે.
વિશ્વસનીય માહિતી પ્રમાણે અમેરિકા તથા રશિયા પાસે એવી ઉડતી રકાબીઓ(અન આઇડેન્ટીફાઇ ફ્લાઇંગ ઓબ્જેક્ટ)ના અવશેષો છે જે કોઇ અકસ્માતનો શિકાર બની પૃથ્વી ઉપર પડી હતી અને પોતાના લોકમાં પરત ફરી શકી નહીં. રહી પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પરના જીવનની વાત, તો તે કેટલીયે વાર સાબિત થઇ ચૂક્યું છે કે બ્રહ્માંડમાં એવા અનેક સ્થળો છે જ્યાં પૃથ્વીની સરખામણીમાં વધુ વિકસિત સભ્યતા છે. મનુષ્ય અત્યાર સુધી પોતાના સૌરમંડળને જ સંપૂર્ણ રીતે જાણી નથી શક્યો, જ્યારે વાસ્તવિકતા એ છે કે આપણું સૌરમંડળ જે આકાશગંગાનું એક તણખા જેટલું સ્વરુપ ધરાવે છે તેના જેવી અરબો-ખરબો આકાશગંગાઓ બ્રહ્માંડમાં ધૂળના એક કણ જેટલું પણ સ્થાન નથી ધરાવતી.
No comments:
Post a Comment