Friday, April 23, 2010

જો વાસના અને કામનાને દૂર કરવી હોય તો...

viral morbia

ગીતામાં કામનાને ત્યાગવાના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. એક વિસ્તારક પ્રક્રિયા, બીજી એકાગ્ર પ્રક્રિયા, ત્રીજી સૂક્ષ્મ પ્રક્રિયા અને ચોથી છે વિશુદ્ધ પ્રક્રિયા...



Reduce bad wishesપરમાત્મા સુધી પહોંચવાના માર્ગમાં બે રસ્તાઓ મોટા છે, એક છે કામના અને બીજો માર્ગ છે વાસનાનો.આ બંનેની ઉપર આવતા આવતા કેટલાય લોકોનું સમગ્ર જીવન નીકળી જાય છે. આ જ જગ્યાએ ગુરુનું મહત્વ સાબિત થાય છે, જેની પાસે સાચો માર્ગદર્શક છે તે સરળતાથી આ બંનેની ઉપર આવી જાય છે. કામના અને વાસનાની એકદમ બહાર નીકળવું અધરું છે, વધારે સાચો માર્ગ એ છે કે આપણે તેનું રુપ જ બદલી દઇએ.



આધ્યાત્મિક જીવનમાં નિષ્કામતાનું મોટું મહત્વ છે. દરેકના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આખરે કામનાઓનો ત્યાગ કેવી રીતે કરી શકાય. ગીતામાં કામનાને ત્યાગવાના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. એક વિસ્તારક પ્રક્રિયા, બીજી એકાગ્ર પ્રક્રિયા, ત્રીજી સૂક્ષ્મ પ્રક્રિયા અને ચોથી છે વિશુદ્ધ પ્રક્રિયા. વિસ્તારક પ્રક્રિયાનો અર્થ છે આપણી જે કામના વ્યક્તિગત હોય તેને આપણે સામાજિક રુપ આપીએ. જેમ કે જો આપણે આપણા બાળકોને ભણાવવા ઇચ્છીએ છીએ તો આખા ગામમાં જ શાળા ખોલી દઇએ. આનાથી આપણી વાસના શુદ્ધ રુપે વિસ્તૃત થઇને વિલીન થઇ જશે. બીજી પ્રક્રિયા છે એકાગ્રની. તેમાં આપણી જે કોઇ પણ પ્રબળ વાસના હોય માત્ર તેની ઉપર જ આપણું ચિત્ત ટેકવી દઇએ અને અન્ય વાસનાઓને છોડી દઇએ. આ ક્રિયા ધ્યાન યોગ સમાન છે.



જેમ-જેમ એકાગ્રતા સધાશે, સાધક વાસનાથી મુક્ત થતો જશે. ત્રીજી વિધિ છે સૂક્ષ્મ પ્રક્રિયા. આમાં સ્થૂળ વાસનાઓને ત્યાગીને સૂક્ષ્મ વાસનાઓ પર ટકી જાઓ. શરીર કે બુદ્ધિને સજાવવી હોય તો તેની જગ્યાએ મન અને હૃદયને સજાવો. આનાથી આપણે અંતર્મુખી બનીશું અને બાહ્ય વાસનાઓ દૂર થશે. આ ક્રિયાને સંતોએ જ્ઞાનયોગની યુક્તિ કહી છે. ચોથી પ્રક્રિયા છે વિશુદ્ધ. આમાં વાસનાને વ્યક્તિગત કે સામાજિક, સ્થૂળ કે સૂક્ષ્મ ન માનવી. બે જ પ્રકારની વાસના હોય છે, શુભ અને અશુભ. સારી વાસનાને રહેવા દો અને ખરાબ વાસનાનો ત્યાગ કરો. વિનોબાજી એક ઉદાહરણ આપતા હતા, જો કોઇ મીઠી વસ્તુ ખાવાની ઇચ્છા હોય તો તેની જગ્યાએ ખાટી વસ્તુ આરોગો. આ પ્રકારે વાસનાને મારવાનું દબાણ નહીં રહે આમાં અશુભને શુભમાં પરિવર્તિત કરવાનો આગ્રહ છે. અશુભ વાસનાઓનો ત્યાગ અને શુભ વાસનાઓની પૂર્તિ કરતા-કરતા મન એક દિવસ શુદ્ધ બનીને વાસનાહિન બની જાય છે. માટે, આ ચોથી પદ્ધતિ વધારે માન્ય છે. બીજી પદ્ધતિઓમાં થોડો ભય રહે છે.


No comments: