Friday, April 23, 2010

આ સંબધના ઊંડાણને સમજો.............

viral morbia

ગુરુ શિષ્યના સંબંધો પોતાની ગરીમા માટે જાણીતા છે. તેઓ ભાગ્યશાળી હોય છે જેમની પાસે ગુરુ હોય છે અને તેઓ સૌભાગ્યશાળી છે જેમને આવા શિષ્યો મળે છે.



Relations between Guru-Shishyaઆપણી સંસ્કૃતિમાં સંબંધોનું વિશેષ મહત્વ છે. સંબંધ કોઇ પણ હોય તેને સમર્પણ સાથે નિભાવવો જોઇએ. અને જ્યારે વાત ગુરુ-શિષ્યના સંબંધની હોય ત્યારે સમર્પણનો ભાવ સૌથી આગળ રહે છે. આધુનિક સમયમાં આ સંબંધની પરિભાષા બદલાઇ ગઇ છે. હવે ગુરુ-શિષ્ય પહેલા જેવા નથી રહ્યા. પણ જો જીવનમાં સફળતા જોઇએ તો સારા શિષ્ય બનવાનો પ્રયાસ કરો, પરમાત્મા સારા ગુરુ જાતે જ ઉપલબ્ધ કરાવી આપશે.



દરેક સાચા ગુરુ ઇચ્છે છે કે તેનો શિષ્ય તેને વધારે માન અપાવે અને આમ થયા બાદ ગુરુ ખુબ ખુશ થાય છે. આ સંબંધમાં ઇર્ષ્યા નથી હોતી. મુસ્લિમ સંત હસન બસરીના શિષ્ય હતા હબીબ. હબીબ ગુરુ પાસેથી જે કંઇ પણ શીખતા હતા તેને જીવનમાં અમલી બનાવતા. એક વખત બંનેને દરિયો પાર કરવાનો હતો. તેઓ હોડીની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે હબીબે પોતાના ગુરુ હસનને કહ્યું કે પાણી પર પગ મૂકીને જતા રહીએ. ગુરુએ તો આમ ન કર્યું પણ શિષ્ય પાણી પર પગ મૂકીને બીજી તરફ ચાલી ગયો. ગુરુ હસન બસરી વિચારવા લાગ્યા કે હબીબ મારો શિષ્ય છે, મે તેને શિક્ષા આપી અને તે મને જ નસીહત આપી ચાલી નીકળ્યો! મારી શિક્ષાનો ફાયદો મને જ ન મળ્યો. તેમણે થોડા સમય પછી હબીબને પૂછ્યું કે તું આમ કેવી રીતે કરી શક્યો? હબીબે કહ્યું હું દિલ સાફ કરતો ગયો અને આપ કાગળ પર સહી કરવામાં રહી ગયા. તેનો ઇરાદો ગુરુનું અપમાન કરવાનો ન હતો પણ તે કહેવા માંગતો હતો કે ગુરુ પરની સાચી શ્રદ્ધા આવું પરિણામ અપાવે છે.



ગુરુ અને શિષ્યના સંબંધ માટેના ઉદાહરણ માટે બીજી આવી હસ્તી છે ગુરુ ગોવિંદસિંહ. તેમણે પોતાના પૂર્વની નવ પેઢીઓના શીખ સમુદાયને ખાલસામાં પરિવર્તિત કર્યા હતા. તેમણે પરિભાષા આપી હતી કે જે સત્યની જ્યોતને પ્રજ્જવલ્લિત રાખે છે, જેની અંદર પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતા છે, તેવી વ્યક્તિ ખાલસા છે. પોતાના જીવનના અંતિમ સમયમાં તેમણે ગુરુ ગ્રંથ સાહિબ પ્રકાશિત કર્યો હતો અને ત્યારથી જ ગુરુની ગાદી પર ‘ગ્રંથ’ ‘સાહિબ’ બનીને બિરાજમાન થયો. આધ્યાત્મિક દુનિયાનો આ અદભૂત પ્રયોગ છે. ગુરુ શિષ્યના સંબંધો પોતાની ગરીમા માટે જાણીતા છે. તેઓ ભાગ્યશાળી હોય છે જેમની પાસે ગુરુ હોય છે અને તેઓ સૌભાગ્યશાળી છે જેમને આવા શિષ્યો મળે છે.


No comments: