Thursday, April 29, 2010

આપણે ભીતરથી અશાંત શા માટે બની જઇએ છીએ? ...

આપણે એટલું મોટું કામ નથી કરતા જેટલો મોટો કર્તા આપણી અંદર ઊભો કરી દઇએ છીએ. આપણો કર્તા ભાવ આપણા દ્વારા કરવામાં આવતા કાર્યથી અનેકગણો મોટો બનાવી દેવામાં આવે છે



peaceદુનિયાની સાથે દોડવાની હોડ આપણી અંદર અશાંતિ ભરી દે છે. કેટલાય સફળ અને બહારથી સુખી દેખાતા યુવાઓની અંદરની ઘોર અશાંતિથી પીડાતા. તેમને ક્યારેય ચેન નથી પડતું, કોઇ વાતમાં મન નથી લાગતું. કેટલાક લોકો તો થોડી ક્ષણો માટે પણ એકાંતમાં રહેતા ગભરાવા લાગે છે.



બહારથી મજબૂત, સક્ષમ અને ઊર્જાવાન દેખાતા લોકો ક્યારેક અંદરથી નબળા પડી જાય છે. સંસાર કહે છે કે એકદમ સક્રિય બની જાવ, પણ સંસાર માત્ર બહારની સક્રિયતા પર ટકી જાય છે. આધ્યાત્મ કહે છે તમે બહારથી જેટલા સક્રિય બનો છો તેટલા જ અંદરથી નિષ્ક્રિય બની જાવ. જીવનની શુભ સંભાવનાઓ એક એવા વૃક્ષ સમાન હોય છે જેમાં જેટલું બહાર હોય છે તેટલું જ અંદર હોય છે. આપણે પોતાની જ જાત માટે ફરી એકવાર ભગીરથ બનવું પડશે. પોતાની જ જાત માટે પોતાની અંદર શાંતિની ગંગાનું અવતરણ કરવું પડશે. સવાલ થાય છે કે આપણે અંદરથી નબળા અને અશાંત શા માટે બની જઇએ છીએ? આવો, તે સમજીએ.



આપણે એટલું મોટું કામ નથી કરતા જેટલો મોટો કર્તા આપણી અંદર ઊભો કરી દઇએ છીએ. આપણો કર્તા ભાવ આપણા દ્વારા કરવામાં આવતા કાર્યથી અનેકગણો મોટો બનાવી દેવામાં આવે છે અને માટે જ આપણે પરેશાન થવા લાગીએ છીએ. કારણ કે હું કરી રહ્યો છું એ વિચારમાં અહંકાર જન્મ લઇ લે છે. અહંકારનો સ્વભાવ છે સંઘર્ષ કરાવવો. સ્વયંનો સ્વયં સાથે અને બીજા લોકો સાથે પણ. આ માટે જ્યારે બહાર કર્મ ચાલી રહ્યું હોય છે ત્યારે આપણી અંદર એક શાંતિ, સ્થિરતા અને મૌન હોવું જોઇએ. સીધી વાત છે કે આપણું મન નિષ્ક્રિય હોય, તન સક્રિય હોય.



વિજ્ઞાનના એક ઉદાહરણ દ્વારા સમજીએ. બળદગાડું, સાયકલ કે પછી ફરી રહેલો પંખો, આ બધું એક આધાર ઉપર ફરે છે. આધાર મધ્યમાં હોય છે જેને ચાક પણ કહેવામાં આવે છે. આધાર સ્થિર હોય છે અને ચક્ર ફરે છે. ત્યારે જ ગતિ થાય છે. જો આધાર પણ ફરવા લાગે તો સાયકલ, રેલગાડી અને પંખો હલવા લાગશે. આ પ્રકારે આપણું મન તે આધારની જેમ સ્થિર હોય અને દુનિયાદારીના કાર્યો તેની ઉપર પૈડાની જેમ ફરવા લાગે. આપણું કેન્દ્ર મૌન હોય અને પરિઘ સક્રિય રહે. આમ, કર્મ પૂર્ણ થશે અને શાંતિ પણ જળવાઇ રહેશે. સંતોના જીવનમાં આવું જ બને છે.

No comments: