Tuesday, April 20, 2010

દ્રઢ ઇચ્છા શક્તિથી લક્ષ્યની પ્રાપ્તિ થાય છે....

Pragya Pathak

શિવાજીના પ્રેમનો જવાબ વાઘણે પણ પ્રેમથી આપ્યો. જ્યારે તેમણે તેનું દૂધ દોહવાની શરુઆત કરી ત્યારે વાઘણે કોઇ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર જ શિવાજીને દૂધ દોહવા દીધું.

1સ્વામી રામદાસ એક સમયે ખૂબ બીમાર હતા. ત્યારે મહારાજા શિવાજી સહિત તેમના તમામ શિષ્યો તેમની સેવામાં લાગી ગયા હતા. તેમને કોઈ પણ પ્રકારની દવાની કોઇ જ અસર થતી ન હતી. આ પરિસ્થિતિ વચ્ચે એક દિવસ રામદાસ બોલ્યા, “મારા પેટમાં ખૂબજ પીડા થઈ રહી છે. આ પીડા મારો જીવ લઈને જ ઝંપશે. ગુરુની વાત સાંભળીને શિવાજીને ખૂબ દુ:ખ થયું. તેમણે કહ્યું, “આમ ન બોલો ગુરુજી. આપ હજારો વર્ષ જીવો એવી મારી પ્રાર્થના છે. શું કોઇ એવી ઔષધિ નથી કે જે આપની પીડા દૂર કરી શકે?”



ગુરુજી બોલ્યા, “ઔષધિ તો છે શિવા. પરંતુ તેને લઇ આવવી અત્યંત મુશ્કેલ છે. શિવાજીએ કહ્યું, “ આપ ફક્ત ઔષધિનું નામ જણાવો. હું તે ગમે ત્યાંથી લઇ આવીશ.”રામદાસે શિવાજી તરફ જોયું અને બોલ્યા, “ વાઘણનું દૂધ મારી પીડા હણી શકે છે. શું તું આ ઔષધિ લાવી શકીશ?”



શિવાજીએ તુરંત જ કહ્યું, “ગુરુજી, હું વાઘણનું દૂધ લાવી આપીશ.” શિવાજી ગુરુજીના ચરણ સ્પર્શ કરી વનના દુર્ગમ માર્ગ પર નીકળી પડ્યા. ત્યાં પહોંચી કલાકો સુધી શિવાજીએ વાઘણની શોધ ચલાવી, પરંતુ ક્યાંય તે દેખાતી ન હતી. એક તરફ વરસાદ પડવા લાગ્યો હતો, માટે તેઓ એક વૃક્ષ નીચે ઉભા રહી ગયા. આ સમયે અચાનક એક વૃક્ષ તરફ જતી વાઘણ તેમની નજરે ચડી. તેઓ વિચારમાં પડ્યા કે વાઘણ જેવા ખૂંખાર પ્રાણીનું દૂધ કેવી રીતે દોહી શકાય? થોડું વિચારી તેમણે વાઘણની પીઠ પર હાથ ફેરવ્યો. શિવાજીના પ્રેમનો જવાબ વાઘણે પણ પ્રેમથી આપ્યો. જ્યારે તેમણે તેનું દૂધ દોહવાની શરુઆત કરી ત્યારે વાઘણે કોઇ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર જ શિવાજીને દૂધ દોહવા દીધું.



શિવાજીએ દૂધ લાવીને ગુરુજીને આપ્યું જે પીતાની સાથે જ ગુરુજીનું સ્વાસ્થ્ય સુઘારા પર આવી ગયું. ગુરુએ શિવાજીને ભેટીને ખૂબજ આશિષ આપ્યા. આ કથા દ્રઠ ઇચ્છા શક્તિના પરિણામને ઉજાગર કરે છે. જો કોઇ પણ કાર્ય કરવા માટેની પ્રબળ ઇચ્છા શક્તિ હોય તો માર્ગમાં આવતી મુસિબતો આપોઆપ દૂર થઇ જાય છે. ગમે તેવું અઘરું કાર્ય પણ સરળતાથી પાર પડી શકે છે.


No comments: