ભૂતકાળની યાદો આપણા વર્તમાનને જકડી રાખે છે, જેના કારણે આપણે ભૂતકાળ અથવા ભવિષ્ય સાથે જોડાયેલા રહીએ છીએ અને મન વર્તમાન સાથે સંબધ બાંધવામાં તકલીફ અનુભવે છે. મન જેટલું વર્તમાનમાં રહેશે એટલા આપણે શાંત રહીશું. આને જાગરણ કહેવામાં આવ્યુ છે. તેથી જાગૃત રહી ઊર્જાને ઉપર લાવીએ, પછી દુનિયાની કોઈ પરિસ્થિતિ તમને અશાંત નહી કરી શકે. જેને કારણે તમને આ બંને કામમાં મદદ થશે.
ઘણા લોકો જીવનભર ખૂબ મહેનત કરતા હોય છે, જ્યારે તેઓ માનસિક રીતે થાકી જાય ત્યારે તીર્થો, પહાડો અથવા હીલ સ્ટેશનો તરફ જાય છે. શાંતિની શોધમાં તેઓ દુનિયાભરમાં ફરી વળે છે, પરંતુ એક સ્થળનો તેમને ક્યારેય વિચાર નથી આવતો. આ સ્થળ છે પોતાની જ ભીતરનું સ્થળ. જે શાંતિની શોધમાં દુનિયા ફર્યા તે તો આપણી અંદર જ છે. ફક્ત જરૂર છે તેને ઓળખવાની, તેને અપનાવાની અને આપણી અંદર જ જોવાની.
આપણે આપણી બધી શક્તિ શાંતિની શોધમાં વાપરી નાખીયે છીએ, શાંતિનો સીધો અને સરળ રસ્તો છે આપણી અંદરની ઊર્જાને બદલવાની. જેમણે શાંતિની શોધ કરવી છે તેઓએ તેમની પોતાની અંદરની ઊર્જાને ઓળખવી પડશે. આપણે મોટેભાગે આપણી ઊર્જાનો ઉપયોગ જ નથી કરી શકતા. આનો સૌથી સારો ઉપયોગ આને રૂપાંતર કરવાનો છે. આ ઊર્જા મોટે ભાગે તેના મૂળાધાર ચક્રમાં જ પડી રહેતી હોય છે. આને શ્વાસની સાથે કલ્પનાના ઉપયોગ વડે તળીયેથી ઉપરના ચક્રો તરફ લાવી સહસ્ત્રાર ચક્ર પર છોડવાની હોય છે.
કોઈપણ તનાવ વગર આને આપણી દીનચર્યામાં જોડી અને ધૈર્ય સાથે કરવું જોઈએ. ઊર્જા જેટલી ઊપરના ચક્રો પર હોય એટલા આપણે પવિત્ર રહીયે છીએ અને જેટલા આપણે પવિત્ર તેટલા વધારે શાંત બનીએ છીએ. આ માટે શાંતિની શોધ બહારની બદલે અંદર કરવી જોઈએ? પહેલા તો ઊર્જાને ઉપર લાવવી અને ત્યાર પછી તેના અવયવને રોકવું જોઈએ. ઊર્જાના બીનજરૂરી ઉપયોગને રોકવા ધ્યાનપૂર્વક મંત્રજપ કરવા જોઈએ. વ્યર્થ થતી ઊર્જા સાર્થક થઈ જશે.
જ્યારે તમે ઊર્જાને રૂપાંતરિત કરતા હશો ત્યારે પહેલી સમસ્યા બહારથી નહી તમારી પોતાની અંદરથી જ આવશે, અને આ કાર્ય કરશે તમારૂ મન. આ માટે તમારે તમારા મનથી હમેંશા સાવધાન રહેવુ પડશે. આ સિવાય આપણે બીજી પણ એક ભૂલ કરીએ છીએ, એ છે 'આપણા મનને પોતાનું સમજવું', જ્યારે આપણું મન તો આપણી આસપાસના વાતારણની મદદથી ઘડાય છે. માતા-પિતા, મિત્રો અને શિક્ષકો વગેરેનો આપણા મનના ઘડતર પાછળ ખૂબજ મોટો ફાળો હોય છે.
આપણા વિતેલા સમયે આપણા મનને બનાવ્યું છે. ભૂતકાળની યાદો આપણા વર્તમાનને જકડી રાખે છે, જેના કારણે આપણે ભૂતકાળ અથવા ભવિષ્ય સાથે જોડાયેલા રહીએ છીએ અને મન વર્તમાન સાથે સંબધ બાંધવામાં તકલીફ અનુભવે છે. મન જેટલું વર્તમાનમાં રહેશે એટલા આપણે શાંત રહીશું. આને જાગરણ કહેવામાં આવ્યુ છે. તેથી જાગૃત રહી ઊર્જાને ઉપર લાવીએ, પછી દુનિયાની કોઈ પરિસ્થિતિ તમને અશાંત નહી કરી શકે. જેને કારણે તમને આ બંને કામમાં મદદ થશે.
No comments:
Post a Comment