અમીરી અને પૈસા પોતાની સાથે પ્રદર્શન અને દેખાડાની ટેવ લઇને આવે છે. અહીંથી જ જીવનમાં આળસ અને વ્યયનો આરંભ થઇ જાય છે.
આજકાલ ધન કમાવવું સરળ છે પણ તેનું સાચું રોકાણ મુશ્કેલ છે. મોટાભાગના લોકોની સાથે બને છે એવું કે તેઓ ધન તો પુષ્કળ કમાય છે પણ તેનું યોગ્ય રોકાણ નથી કરી શકતા. પરિણામે તેઓ ફરીથી ધન ગુમાવી દે છે. જ્યારે ધન આવે ત્યારે મન-બુદ્ધિને જાગૃત કરી લો. નહીં તો આપનો પુરુષાર્થ નિષ્ફળ નીવડશે.
ધન કમાવવામાં જેટલી અક્કલ લાગે છે તેનાથી વધારે મગજ દોડાવવાની આવશ્યકતા હોય છે તેના રોકાણ અને બચત પાછળ. એવું માનવામાં આવે છે કે ધનના વ્યવહારિક પક્ષમાં તો આજકાલ બધા સમજદાર થઇ ગયા છે. હવે તો એવું માનવામાં આવે છે કે બાળક જન્મે છે ત્યારથી જ તેનામાં ધન-દૌલતની સમજ આવી જાય છે. પણ જો ધનના આધ્યાત્મિક પક્ષ વિશે તેને સમજાવવામાં નહીં આવે તો તે ધન સુખ કરતા વધારે દુખનું કારણ બની જશે.
અમીરી અને પૈસા પોતાની સાથે પ્રદર્શન અને દેખાડાની ટેવ લઇને આવે છે. અહીંથી જ જીવનમાં આળસ અને વ્યયનો આરંભ થઇ જાય છે. દુર્વ્યસન દૂર રહીને આ બંને બાબતોની પ્રતિક્ષા કરી રહ્યું હોય છે, કે ક્યારે માણસ આળસ, વ્યયના ઘરેણા પહેરે અને આપણે તેની અંદર પ્રવેશ કરી લઇએ. જ્યારે જીવનમાં બહારથી ધન આવી રહ્યું હોય ત્યારે સમયસર આપણે અંદરના ઘનને ઓળખી લેવું જોઇએ. જ્યારે આપણે ધનની બાહ્ય વ્યવસ્થા કરી રહ્યા હોઇએ ત્યારે મનની અંદરની વ્યવસ્થાઓ માટે પણ સજાગ રહેવું જોઇએ.
No comments:
Post a Comment