ટેરો આપણને જીવવાની કળા શીખવે છે. આજે હજારો લોકો ટેરોની મદદથી સુખી અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
ટેરોના વિષયને લઇને લોકોના મનમાં અનેક ભ્રમ અને ખોટી માન્યતાઓ પ્રચલિત છે. ઘણા લોકો ટેરો અંગે જાણતા નથી અને જો જાણે છે તો સમજતા નથી. આવો, જાણીએ શું છે ટેરોનું સત્ય.
1. શું ટેરો માત્ર ભવિષ્ય જાણવા માટેનું સાધન છે? ટેરોનો ઉદ્દેશ આપણા ભૂતકાળ અને વર્તમાનના વિચારો, શબ્દો અને કાર્યોને નિષ્પક્ષતાથી જોવાનો અને સમજવાનો છે, કારણ કે આપણા કર્મો જ આપણા ભવિષ્યને નિર્ધારિત કરે છે. આ સમજ આપણને વર્તમાન વિચારો, શબ્દો અને કાર્યોના સંભવિત પરિણામથી અવગત કરાવે છે.
2. શું સામાન્ય માનવી ટેરો શીખી શકે છે? દરેક ક્ષેત્રના લોકો ટેરો શીખી શકે છે. દરેક વ્યક્તિ જે પોતાના જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવાની અને સમજવાની ઇચ્છા ધરાવે છે તે ટેરો શીખી શકે છે. વાસ્તવમાં દરેક વ્યક્તિ ટેરો શીખવાની ક્ષમતા ધરાવે છે.
3. શું ટેરો ધર્મ છે? જો ધર્મ એક આધ્યાત્મિક કે ભાવનાત્મક વર્તન છે, જે અલૌકિક શક્તિ કે કોઇપણ પ્રકારની શક્તિમાં માને છે, માનવતા અને દેવત્વની વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તો ટેરો એક ધર્મ છે, અને જો આપ ધર્મને એક પદ્ધતિ ગણતા હોવ, તો ટેરો ધર્મ નથી. તે સાર્વભૌમિક અને પ્રાકૃતિક ચિહ્નો અને સિદ્ધાંતોને દર્શાવે છે. આ ખુબ આયામી પદ્ધતિ છે જે આપણી આધ્યાત્મિક સમજને સ્પષ્ટ કરે છે.
4. ટેરો જાદુની જેમ આપણી મુશ્કેલીઓ દૂર કરી દેશે? જો આપ પોતાની સમસ્યાઓનો દોષ કોઇ અન્યને સોંપી પોતાની જવાબદારીઓમાંથી ભાગી જવા ઇચ્છો છો તો આપના આવા વર્તનને લીધે આપે ભવિષ્યમાં પસતાવુ પડશે. જો ટેરો રીડર એવો દાવો કરે છે કે તે આપની તમામ સમસ્યાઓ હલ કરી દેશે, તો તેની નજર આપના પૈસા પર છે અથવા તેને સત્ય માલુમ નથી. ટેરો કાર્ડ્સ કે કોઇ પણ અન્ય પદ્ધતિ આપને માર્ગ કે વિકલ્પ બતાવી શકે છે, અનુસરણ આપે જ કરવાનું છે. ટેરો આપને આત્મનિર્ભરતા શીખવે છે.
5. ટેરો અને તંત્ર મંત્ર ? ટેરોનો ઉદ્દેશ કોઇને નુકસાન પહોંચાડવાનો નથી. તે કોઇ તંત્ર-મંત્રનું સાધન નથી. ટેરો માત્ર માર્ગદર્શનનું સાધન છે. ભવિષ્યવાણીની સાથે-સાથે તે આપણને અંતર્મુખ, ધ્યાન અને આત્મ ચિંતન કરવાનું પણ શીખવે છે. ટેરો આપણા અચેતન મન તથા માનવ વ્યક્તિત્વના તમામ પાસાઓને દર્શાવે છે.
6. દરેક ટેરો કાર્ડનો એક નિશ્વિત અર્થ છે. પ્રત્યેક કાર્ડ માનવ જીવનના સત્યને દર્શાવે છે. પરંતુ તેનો અર્થ દરેક સ્થિતિમાં ભિન્ન હોય છે. એક કાર્ડના 78000 અર્થ હોય છે. જે રીતે આપની સ્થિતિ કે વિચારધારા બદલાય છે, કાર્ડની વ્યાખ્યા પણ બદલાય છે. ટેરો આપણને જીવવાની કળા શીખવે છે. આજે હજારો લોકો ટેરોની મદદથી સુખી અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
No comments:
Post a Comment