Monday, April 26, 2010

ઇચ્છિત કાર્યો પાર પાડવા માટેના નુસખા....

કેટલાક એવા વિલક્ષણ ઉપાયો જે દેખાવમાં સાવ સામાન્ય હોય છે પણ પરિણામ એકદમ કારગત અને અસરકારક હોય છે.



Some tricks to succeedઆ દુનિયામાં કોણ જાણે કેટલાયે એવા રહસ્યો છે જેના પરથી હજી પડદો ઊઠવાનો બાકી છે. મનુષ્ય વિચારે છે કંઇક, થાય છે કંઇક, માણસને દેખાય છે કંઇક અને હકીકતમાં હોય છે તો કંઇક બીજુ. કેટલીયે વાર લાખ પ્રયાસો બાદ પણ સફળતા હાથ નથી લાગતી, જ્યારે ક્યારેક કંઇ કર્યા વગર જ માર્ગની અડચણો દૂર થઇ જાય છે અને જીવનમાં સફળતાની શ્રેણી શરુ થાય છે. આવા સમયે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે વિચારતા આધુનિક માણસે પણ આવા અદભૂત રહસ્યો અને ચમત્કારો પર વિશ્વાસ કરવો જ પડે છે.



કેટલાક એવા વિલક્ષણ ઉપાયો જે દેખાવમાં સાવ સામાન્ય હોય છે પણ પરિણામ એકદમ કારગત અને અસરકારક હોય છે. અહીં તુલસી રામાયણના કેટલાક અંશો છે જે કાશી વિશ્વનાથના વિશેષ પ્રભાવથી લક્ષ્ય પ્રાપ્તિમાં અચૂક મંત્રની ભૂમિકા ભજવે છે.



1, કઠોર વિપત્તિના નિવારણ માટે-
દીન દયાલ વિરદ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી |
2. કોર્ટમાં ચાલી રહેલો કેસ જીતવા માટે-
પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના |
આ મંત્રોને યોગ્ય રીતે સૂર્યોદય પહેલા પૂર્વ દિશા તરફ મુખ રાખીને સંપૂર્ણ એકાગ્રતા સાથે જપવા જોઇએ.


No comments: