દરેક ધર્મમાં ઇશ્વરને અલગ-અલગ નામથી ઓળખવામાં આવ્યા છે, આ ઇશ્વર એક જ છે જે તમામ લોકોને જોડીને રાખે છે. એ જ શક્તિ મહાન છે જેણે મનુષ્યને જન્મ આપ્યો છે. તમામ ધર્મો માનવ દ્વારા જ બનાવવામાં આવ્યા છે.
1. જે ગુણનું નામ લેવામાં આવે તે એનું સાચું લક્ષણ નથી. જે સ્વર્ગમાંથી પહેલા અવતર્યુ હશે તે અવ્યક્ત છે.2. તાઓ અસીમ છે, તેના જ ઊંડાણ દ્વારા બધું ઉત્પન્ન થાય છે. તે અનાસક્ત છે. જેને કોઇ નથી જાણતું તે કેવી રીતે ઉત્પન્ન થયું?, તેનો જવાબ છે કે તે અનાદિ છે.3. અનાદિ કાળથી તાઓ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થઇ રહ્યું છે.તાઓને ગ્રહણ નથી કરી શકાતો. તાઓ અચિંતન છે, તેનું ચિંતન અઘરું છે. 4. મહાન તાઓ સર્વવ્યાપી છે, તે આ પાર પણ છે અને પેલે પાર પણ. સૃષ્ટિના દરેક જીવનું તેણે નિર્માણ કર્યું છે, તે જ સહુની રક્ષા કરે છે.5. જ્ઞાની પુરુષ તાઓને અનુસરે છે. સાધારણ મનુષ્ય તાઓના આશરે રહે છે. મૂર્ખ માણસ તાઓની મજાક ઉડાવે છે.6. આસક્તિ છોડી કાર્ય કરવું, કાર્ય કરતા રહેવું, થોડામાં વિશેષ અને વિશેષમાં થોડું નીરખવું, તમામ જીવ માટે મનમાં દયાની લાગણી જાળવી રાખવી વગેરે તાઓ શીખવે છે.7. કઠોર કાર્ય ત્યારે જ સફળ થશે જ્યારે મોટું કાર્ય પહેલા પૂર્ણ કરી લેવામાં આવે.8. નિર્માણ અને સંરક્ષણ કરવું, કર્મ કર્યા બાદ ફળની આશા ન રાખવી, પરોપકાર અને ન્યાય કરવો વગેરે બુદ્ધિના કાર્યો છે.9. ધનની પાછળ ન દોડવું, મનમાં વિરક્તા લાવવી. 10. જો ઘરને રત્નો કે સંપત્તિથી ભરી દેવામાં આવશે તો તેની જાળવણી માટેની ચિંતા ઊભી થશે, જ્યાં સંપત્તિ હશે ત્યાં અભિમાન અને ચિંતા ઉત્પન્ન થશે.11. જુગાર, દારૂ, ભોગવિલાસ, હિંસા, ધન-સંગ્રહ, મા-બાપની સેવા ન કરવી તથા અન્યોને હેરાન કરવા પાપ છે.
તાઓ ધર્મનો સાર: તાઓ ધર્મ પણ અન્ય ધર્મોની જેમ જ જીવન જીવતા શીખવે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી વગેરે ધર્મો હિંસાને અયોગ્ય ઠેરવે છે, ભોગ-વિલાસ માટે મનાઇ ફરમાવે છે, જુગાર, દારૂને તમામ ધર્મોએ ખરાબ ગણાવ્યા છે, દયા, કરુણા, સેવા જેવા કાર્યોને તમામ ધર્મોએ પ્રશંસનીય માન્યા છે, દરેક ધર્મમાં ઇશ્વરને અલગ-અલગ નામથી ઓળખવામાં આવ્યા છે, આ ઇશ્વર એક જ છે જે તમામ લોકોને જોડીને રાખે છે. એ જ શક્તિ મહાન છે જેણે મનુષ્યને જન્મ આપ્યો છે. તમામ ધર્મો માનવ દ્વારા જ બનાવવામાં આવ્યા છે. માત્ર વિચારની ભાષા અલગ છે, કોઇ પણ ધર્મ નફરત કરતા નથી શીખવતો. તાઓ ધર્મનો સાર પણ કંઇક આવો જ છે.
No comments:
Post a Comment