વિદ્યા પોતાની સાથે સંયમ અને સેવા લાવે છે. પરંતુ શિક્ષા ફક્ત લૂંટ અને શોષણ કરવાનું શીખવી રહી છે. શિક્ષાએ લોકોના મગજ અને ખિસ્સા તો ભરી દીધા પરંતુ વ્યક્તિત્વને ખોખલુ કરી નાંખ્યુ છે. શિક્ષા લોકોની આદતો બનાવે છે જ્યારે વિદ્યા સ્વભાવ તૈયાર કરે છે.
આજે શિક્ષણ પદ્ધતિમાં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધા હવે રાષ્ટ્રીય ચિંતાનો મુદ્દો બની ગઈ છે. નવી પેઢી હાલમાં ટકાવારી આવે તે માટે રેંન્કની હોડમાં વ્યસ્થ છે. માતા-પિતા બાળકની માનસિક સ્થિતિને સમજ્યા વગર તેને વધુ માર્ક્સ મેળવવાની દોડમાં દોડાવી રહ્યા છે.
આધુનિક શિક્ષણ પધ્ધતિથી તત્કાલીન પ્રતિભાઓ તો ઉભરી રહી છે પરંતુ આ પેઢીનું ભવિષ્ય શું હશે એની ચિંતા કરવી જરુરી છે. નવી પેઢી સંપૂર્ણ રીતે ભૌતિકતાની પાછળ છે, જીવનનું મૂલ્ય બદલાઈ ગયુ છે અને સૌથી મોટુ નુકસાન એ થયુ છે કે આ પેઢીની અંદર અશાંતિ છે.
તમામ સુખ, જરૂરિયાતોના સાધનો હોવા છતા તેની પાસે શાંતિ નથી. શિક્ષાના પ્રચાર પ્રસારના કારણે ઘણો લાભ થયો છે પરંતુ એક નુકસાન એ થયુ છે કે ભણેલા ગણેલા લોકો અશાંત થઈ ગયા છે. આજનું શિક્ષણ સેવાનું માધ્યમ હતું જે શોષણનું કારણ બની ગઈ છે.
દેવલોકવાસી આચાર્ય શ્રીરામ શર્માનું કહેવુ છે કે ફક્ત શિક્ષણ જ નહી વિદ્યાની પણ જરૂરી છે. શિક્ષા ફક્ત બાહ્ય જ્ઞાન પીરસે છે જ્યારે વિદ્યા આંતરિક અનુભૂતિઓ કરાવે છે. શિક્ષણ સંસ્થાનો, પુસ્તકો અને અન્ય ટેક્નિકલ માધ્યમો દ્વારા પ્રાપ્ત થાય છે જ્યારે વિદ્યાની શરૂઆત મૌલિક ચિંતનથી થાય છે.
શિક્ષા ફક્ત વિચાર આપે છે જ્યારે વિદ્યા વિચારોને આચાર સાથે જોડે છે. શિક્ષા માટે ઘણા શિક્ષકો મળી જશે પરંતુ વિદ્યા માટે ગુરુ શોધવા પડશે. વિદ્યા કહે છે કે થોડો સંયમ રાખો, આજના યુગમાં વ્યક્તિગત જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓને કાબુમાં રાખવી એજ સંયમ છે અને સદ્કાર્યનો વિસ્તાર કરવો એજ સેવા છે.
વિદ્યા પોતાની સાથે સંયમ અને સેવા લાવે છે. પરંતુ શિક્ષા ફક્ત લૂંટ અને શોષણ કરવાનું શીખવી રહી છે. શિક્ષાએ લોકોના મગજ અને ખિસ્સા તો ભરી દીધા પરંતુ વ્યક્તિત્વને ખોખલુ કરી નાંખ્યુ છે. શિક્ષા લોકોની આદતો બનાવે છે જ્યારે વિદ્યા સ્વભાવ તૈયાર કરે છે.
આદતો ધ્યાનમાં અડચણ ઊભી કરે છે જેના કારણે શિક્ષિત વ્યક્તિ મેડિટેશનમાં ઘણી મુશ્કેલી બાદ એકાગ્રતા સાધી શકે છે. આ સમયે વિદ્યાનો આશ્રય મળવાના કારણે તે વધુ યોગ્ય બની ધ્યાન મગ્ન થઈ શકશે. એવુ નથી કે શિક્ષા ફક્ત બિન ઉપયોગી છે અને ફક્ત વિદ્યા ઉપયોગી બને છે. પરંતુ બન્નેનો સમન્વય સાધવામાં જીવનના આનંદ અને સુખનું રહસ્ય છુપાયેલુ છે.
No comments:
Post a Comment