અન્યોની ચિત્તવૃત્તિ પર સંયમ કરવાથી તેના ભાવો, વિચારો તથા પૂર્વ જન્મોનું જ્ઞાન મળી શકે છે.
કહેવાય છે કે કોઇના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું અશક્ય છે. પણ ઈશ્વરે મનુષ્યને એવી માટીમાંથી ઘડ્યો છે કે તેના માટે કંઇ પણ અશક્ય નથી. આમ તો મન પોતાનામાં જ અનેક રહસ્યોથી ભરપુર છે. તેમ છતાં તેનું અધ્યયન, વિશ્લેષણ, પ્રશિક્ષણ ક્યાંક ને ક્યાંક સંભવ છે.
અન્યોના મનની વાત જાણવી તેના માટે જ સંભવ છે જેનું પોતાના મન પર સંપૂર્ણ નિયંત્રણ હોય. દુનિયાના તમામ મન એકબીજા સાથે એવી રીતે જોડાયેલા હોય છે જાણે કે ઇન્ટનેટ સાથે જોડાયેલા કોમ્પ્યુટર. વાસ્તવિકતા એ છે કે દુનિયાના તમામ મન એક જ છે. અલગતાનો અનુભવ માત્ર માનવીય અપરિપકવતાને કારણે થાય છે. સાધનાના ક્ષેત્રમાં એવા અનેક માર્ગો છે જેના માધ્યમ દ્વારા મનુષ્ય એ અવસ્થા સુધી પહોંચી શકે છે કે એ કોઇના મનની વાત જાણી શકે. અષ્ટાંગ યોગના પ્રણેતા મહર્ષિ પતંજલીએ યોગીની આ ક્ષમતાનું વર્ણન કરતા લખ્યું છે -
‘પ્રત્યયસ્ય પરચિત્તજ્ઞાનમ્’
એટલે કે અન્યોની ચિત્તવૃત્તિ પર સંયમ કરવાથી તેના ભાવો, વિચારો તથા પૂર્વ જન્મોનું જ્ઞાન મળી શકે છે.
No comments:
Post a Comment