Monday, April 19, 2010

પોતાની જાતને કઠોર કર્મોથી તપાવવી એટલે તપ

VIRAL MORBIA

શિવજી સાથે લગ્ન કરવા માટે માતા પાર્વતીએ, શ્રીગંગાજીને ધરતી પર ઉતારવા માટે ભગીરથજીએ કઠોર તપ આચર્યું હતું. શ્રીરામચરિતમાનસમાં ઉલ્લેખ છે કે તપ કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને શંકર સૃષ્ટિનું સર્જન,પાલન અને સંહાર કરે છે. તપમાં ખૂબજ શક્તિ હોય છે.



tapasyaતપ એટલે તપવું, દાઝવું. ઇચ્છા પ્રાપ્તિ માટે કરવામાં આવતું આ આચરણ કઠોર અને કષ્ટદાયક હોય છે. પોતાના ઈષ્ટદેવને મનાવવા માટે, તેમની કૃપા પ્રાપ્તિ માટે આ કઠોર તપ કરવામાં આવે છે. તપ ભગવાનને પામવા માટેનો માર્ગ તો છે જ સાથે સાથે પોતાના શરીરને સાધવા માટે પણ આ ક્રિયા આવશ્યક છે. કઠોર ક્રિયાઓ દ્વારા આપણે શરીરને મોસમ અને પ્રકૃતિને અનુકૂળ બનાવીએ છીએ. તેને જ આપણે તપસ્યા કહીએ છીએ.



તપના પ્રકાર-
- ભૂખ્યા રહીને: જ્યાં સુધી મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરતા રહીને તપ કરી શકાય છે.
- ગરમીમાં અગ્નિની નજીક બેસીને અને ઠંડીમાં પાણીની અંદર ઉભા રહીને તપ કરવામાં આવેછે.
- વરસાદમાં ઘરની બહાર રહીને તપ કરવામાં આવે છે.
- કઠોર મહેનત અને પ્રયાસ દ્વારા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવું તપ છે.



ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ સિવાય પણ પાપોના પ્રાયાશ્વિત માટે તપ કરવામાં આવે છે. વ્રત, ઉપવાસ, ભૂખ્યા રહેવું, મૌન રહેવું, સત્ય બોલવું, દિવસમાં એક વખત ભોજન લેવું, સવારે વહેલા ઊઠવું, યોગ કરવો, વ્યાયામ કરવો, દિવસની ઊંઘ ત્યજવી, દારૂ, સિગારેટ, સટ્ટો વગેરેનો નશો ન કરવો, પોતાના ધર્મ પ્રમાણે આચરણ કરવું, આ તમામ નિયમો તપની શ્રેણીમાં આવે છે. શિવજી સાથે લગ્ન કરવા માટે માતા પાર્વતીએ, શ્રીગંગાજીને ધરતી પર ઉતારવા માટે ભગીરથજીએ કઠોર તપ આચર્યું હતું. શ્રીરામચરિતમાનસમાં ઉલ્લેખ છે કે તપ કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને શંકર સૃષ્ટિનું સર્જન,પાલન અને સંહાર કરે છે. તપમાં ખૂબજ શક્તિ હોય છે.



વૈજ્ઞાનિક મહત્વ : જે રીતે સોનાને તપાવવાથી તેનો મેલ ઉતરી જાય છે તે જ રીતે તપના માધ્યમથી શરીરની અંદરનો મળ વિકાર દૂર થાય છે. ઉપવાસ, વ્રત કરવાથી પેટના આંતરડાને આરામ મળે છે. વ્યાયામ કરવો, ઓછો આહાર લેવો વગેરેથી શરીરની ચુસ્તી-સ્ફૂર્તિ જળવાઇ રહે છે અને દરેક કાર્યો સમયાનુસાર પૂર્ણ થાય છે. દિવસે ઊંઘનો ત્યાગ કરવાથી કફ જન્ય રોગો થતા નથી.


No comments: