Monday, April 19, 2010

એકાંતનું ધ્યાન પ્રભુની નજીક લઈ જાય છે

VIRAL MORBIA

કેટલીક વખત આપણે સારું કામ કરતાં હોઈએ છીએ, પરંતુ તેમાં બૂરાઈના છાંટા પડી જાય છે. પૂજા કરીએ છીએ તો દેખાડો વધુ થઈ જાય છે, ધ્યાન ધરીએ છીએ તો ઊંઘ પ્રભાવી થઈ જાય છે, પ્રાર્થના કરીએ છીએ તો પ્રદર્શન વધુ થાય છે અને સેવા કરીએ છીએ તો ઘમંડ પ્રવેશી જાય છે. ક્યારેક એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે એવું શા માટે થતું હોય છે? કેમ કે મન પોતાનો પ્રભાવ બતાવતું હોય છે. આપણા દરેક કામમાં ઇચ્છાઓ અને અપેક્ષાઓની છાંટ આવી જાય છે.



આથી આપણે કરીએ છીએ કંઈ અને થાય છે કંઈ બીજું. કોઈ પણ જાતિ હોય, મનનો માર બધા પર એક સરખો જ પડે છે. હાજી મોહમ્મદ નામના ફકીર સંતાઈને નમાજ પઢતા હતા. તેમનું નામ હાજી એટલા માટે હતું કે તેઓ કેટલીય વખત હજ પઢી ચૂકયા હતા. તે નમાજના પાબંદી હતા. ધીમે-ધીમે લોકો અંદર-અંદર ચર્ચા કરવા લાગ્યા કે આ પોતાને ઘણા સંતાડે છે, કંઈક ગરબડ લાગે છે. એક દિવસ તેમના કોઈ શિષ્યએ તેમને કંઈક પૂછ્યું તો તેમણે થોડા સમય પહેલાં જોયેલા એક સપનાનો ઉલ્લેખ કર્યો.



સપનામાં તેઓ મરી ગયા અને રસ્તામાં તેમને ખુદાનો એક દૂત મળે છે. જે વ્યક્તિએ પૃથ્વી પર જે કામ કર્યું હતું તેના અનુસાર તે દૂત તેને સ્વર્ગ અને નર્કમાં મોકલી રહ્યો હતો. હાજીને જોઈને તેણે તેમને નર્કના રસ્તે રવાના કરી દીધા. હાજી બોલ્યો, શું મારી હજયાત્રા બેકાર ગઈ છે. તે દૂત બોલ્યો, તમે એકાંતમાં ઓછી અને જાહેરમાં વધુ નમાજ પઢી છે. આથી તમારી નજર ઉપરવાળા પર ઓછી અને નીચેવાળા પર વધુ રહેતી હતી. પરિણામે હજયાત્રાનું પરિણામ શૂન્ય રહ્યું છે. તે સપના બાદ હાજી સમજી ગયા કે પ્રાર્થના એવી સંપત્તિ છે જેને સંતાડવામાં આવે તો ઓર વધે છે.



પ્રભુભક્તિમાં લીન થવા માટે એકાંતવાસ જરૂરી છે.



dhyan

No comments: