Monday, April 19, 2010

જીવનમાં ઉપયોગી છે ઉપવાસ

VIRAL MORBIA

ઉપવાસ શારીરિક શક્તિઓની સાથે આત્મબળ પણ પ્રદાન કરશે. ઉપવાસ બાદ આપ જોશો કે આપની કાર્યક્ષમતામાં અકલ્પનિય વધારો થયો છે, જેના કારણે અન્યોની સરખામણીમાં આપ પોતાની જાતને વધારે સારી રીતે દર્શાવી શકશો.



buddhaઆજના સમયમાં આપણું જીવન અસંયમિત બની ગયું છે. અતિવ્યસ્તતાને કારણે આપણી ખાણી-પીણી, રહેણી કરણી, ઊંઘ ઉપર મોટી અસર થઇ છે. આના કારણે આપણું શરીર નબળું પડી જાય છે અને તેમાં વિકાર ઉત્પન્ન થાય છે. સમય પહેલા જ આંખો નબળી પડવા લાગે છે, વાળ ઉતરવા લાગે છે, વધુ પડતો થાક લાગે છે, ડાયાબિટિસ જેવા અનેક રોગો થાય છે. જેના નિવારણ માટે એક સફળ ઉપચાર છે, ઉપવાસ. અઠવાડિયામાં એક દિવસ જો ઉપવાસ રાખવામાં આવે તો શરીરની ક્રિયાઓને સંતુલિત કરી શકાય છે.



ઉપવાસમાં અન્નનો ત્યાગ કરવો, ક્રોધ, વાણી, તૃષ્ણા પર નિયંત્રણ રાખવું. સિનેમા, ટીવી, ચા વગેરે વસ્તુઓથી દૂર રહેવું. તમે અનુભવશો કે થોડા જ દિવસોમાં તમારામાં પરિવર્તન આવશે અને શરીર સ્ફૂર્તિલું બનશે. આળસ દૂર થશે. અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ કેટલીયે બીમારીઓને શરીરમાં પ્રવેશતા પહેલા જ દૂર કરી દેશે. એટલું જ નહીં ઉપવાસ શારીરિક શક્તિઓની સાથે આત્મબળ પણ પ્રદાન કરશે. ઉપવાસ બાદ આપ જોશો કે આપની કાર્યક્ષમતામાં અકલ્પનિય વધારો થયો છે, જેના કારણે અન્યોની સરખામણીમાં આપ પોતાની જાતને વધારે સારી રીતે દર્શાવી શકશો. ઉપવાસથી શરીરને કોઇ નુક્સાન નથી થતું પણ ફાયદો જ ફાયદો થાય છે. ઉપવાસ મનુષ્યને મન પર કાબુ મેળવતા પણ શીખવે છે.


No comments: